નવાઝુદ્દીન કહે છે, ‘ફિલ્મ ‘રામન રાઘવ’ જેવી ફિલ્મોમાં હું કામ કરું તો મારાં ઇમોશન્સ, વિચારો અને આત્મા પર નિયંત્રણ રાખું છું
નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકીએ પૈસા માટે કામ કર્યું હતું એવો તેણે એકરાર કર્યો છે. હવે તેને પસ્તાવો થઈ રહ્યો છે કે ફિલ્મમાં તેણે પોતાના પર્ફોર્મન્સ પર કંઈ ખાસ ધ્યાન નહોતું આપ્યું. આ ફિલ્મ માટે નવાઝુદ્દીનને ફી તરીકે ભારે રકમ મળી હતી. એ વિશે નવાઝુદ્દીન કહે છે, ‘ફિલ્મ ‘રામન રાઘવ’ જેવી ફિલ્મોમાં હું કામ કરું તો મારાં ઇમોશન્સ, વિચારો અને આત્મા પર નિયંત્રણ રાખું છું. હું જ્યારે સાઉથની ફિલ્મોમાં કામ કરું છું તો એને લઈને મને પૂરી ખાતરી નથી હોતી. જોકે મને વધારે પૈસા મળ્યા હતા એથી મેં એ ફિલ્મમાં કામ કર્યું હતું. હવે મને પસ્તાવો થઈ રહ્યો છે. ઇતના સારા પૈસા દે દિયા લેકિન સમઝ નહીં આ રહા ક્યા કર રહે હૈં. એવું લાગતું હતું કે કોઈ ઍડમાં કામ કરી રહ્યો હતો. કોઈ ઇમોશન નહોતાં, માત્ર પૈસા જ ધ્યાનમાં હતા. મને કેટલાય શબ્દો સમજાતા નહોતા અને મને શરમ આવતી હતી. તમને જ્યારે વધારે પૈસા આપવામાં આવે તો તમને આશ્ચર્ય થવા માંડે છે કે શું કોઈ ફ્રૉડ કર્યો છે?’

