સોશ્યલ મીડિયામાં પર્સનલ લાઇફ પર થતા પ્રહાર વિશે આવું બોલ્યો નવાઝુદ્દીન સિદ્દીકી
ફાઇલ તસવીર
સોશ્યલ મીડિયામાં જે પ્રકારે નિંદા કરવામાં આવે છે એને લઈને નવાઝુદ્દીન સિદ્દીકીને હવે કોઈ ફરક નથી પડતો. તેનું કહેવું છે કે હવે તો આવી બધી વસ્તુઓની ટેવ પડી ગઈ છે. વાઇફ આલિયા સિદ્દીકી સાથે થયેલા મતભેદને કારણે સોશ્યલ મીડિયામાં તેનો ઊધડો લેવામાં આવ્યો હતો. તેનું માનવુ છે કે સોશ્યલ મીડિયામાં જે કાંઈ પણ કહેવામાં આવે છે એ બધું સાચું નથી હોતું. એ વિશે નવાઝુદ્દીન સિદ્દીકી કહે છે, ‘આદી હો ચુકે હૈં હમ તો ઇસ ચીઝ કે. અગાઉ મને ખૂબ ખરાબ લાગતું હતું, પરંતુ હવે મને કોઈ ફરક નથી પડતો. સોશ્યલ મીડિયામાં બધી જ બાબતો ખોટી હોય છે. અગર સોશ્યલ મીડિયા એક ઇમેજ બના રહા હૈ કિ યે ઇન્સાન ઐસા હૈ ઔર આપ ઉસ પર વિશ્વાસ કર રહે હો તો આપ બહુત બડે ધોકે મેં હો.’

