Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દલેર મેહંદીનો કાર્યક્રમ અટકાવવાના વિવાદમાં ઉત્તરાખંડના પ્રધાને માગી માફી

દલેર મેહંદીનો કાર્યક્રમ અટકાવવાના વિવાદમાં ઉત્તરાખંડના પ્રધાને માગી માફી

Published : 26 October, 2026 04:46 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વિવાદની શરૂઆત ઉત્તરાખંડમાં યોજાયેલા કુંજાપુરી મેળા દરમ્યાન દલેર મેહંદીના કાર્યક્રમને અટકાવી દેવામાં આવતાં થઈ હતી.

વિવાદનો વીડિયો વાયરલ થયો હતો

વિવાદનો વીડિયો વાયરલ થયો હતો


ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં આયોજિત કુંજાપુરી મેળા દરમ્યાન કૅબિનેટ પ્રધાન સુબોધ ઉનિયાલે દલેર મેહંદીના પર્ફોર્મન્સ સામે સવાલો ઉઠાવતાં ભારે વિવાદ સર્જાયો હતો. આ વિવાદ વચ્ચે સુબોધ ઉનિયાલે હવે દલેર મેહંદીની માફી માગી છે. રિપોર્ટ અનુસાર ટેલિફોન પર થયેલી વાતચીત દરમ્યાન પ્રધાને માફી માગી હતી. દલેર મેહંદીના નાના ભાઈ અને ગાયક મિકા સિંહની ટીમે આ પગલાનું સ્વાગત કર્યું છે અને આશા વ્યક્ત કરી છે કે હવે આ વિવાદનો અંત આવશે અને સૌ આ મામલાને પાછળ છોડીને આગળ વધી શકશે.

મિકા સિંહની ટીમે નિવેદનમાં જણાવ્યું હતું હતું કે ‘સુબોધ ઉનિયાલજીએ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને લઈને ટેલિફોન પર વાતચીત દરમ્યાન દલેર મેહંદી પાજીની માફી માગી છે, એ બદલ અમે તેમની પ્રશંસા કરીએ છીએ. કલાકારો અને તેમની ગરિમાનું સન્માન કરવું અત્યંત મહત્ત્વનું છે. દલેર પાજી વરિષ્ઠ કલાકાર છે અને તેમણે સંગીતજગતમાં મોટું યોગદાન આપ્યું છે. દરેક કલાકાર સાથે સન્માનપૂર્વક વર્તવું જોઈએ. અમને આશા છે કે હવે આ મામલાને પાછળ છોડીને સૌ પરસ્પર સન્માન અને સમજણ સાથે આગળ વધી શકશે.’

શું હતો વિવાદ?

આ વિવાદની શરૂઆત ઉત્તરાખંડમાં યોજાયેલા કુંજાપુરી મેળા દરમ્યાન દલેર મેહંદીના કાર્યક્રમને અટકાવી દેવામાં આવતાં થઈ હતી. નવરાત્રિ દરમ્યાન યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં રાજ્યના પ્રધાન સુબોધ ઉનિયાલે દલેર મેહંદીનો કાર્યક્રમ અટકાવ્યો હતો. પ્રધાને દલેર મેહંદી પર દારૂના નશામાં હોવાનો અને ગીતો પર માત્ર હોઠ હલાવીને ગાવાનો આરોપ મૂક્યો હતો. આ ઘટનાને પગલે દલેર મેહંદીના નાના ભાઈ મિકા સિંહે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે મારા મોટા ભાઈ ક્યારેય દારૂ પીતા નથી. હવે સુબોધ ઉનિયાલે દલેર મેહંદીની માફી માગતાં આ વિવાદનો અંત આવે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2026 04:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK