મનોજ જોષીએ આ મુલાકાતમાં મુખ્ય પ્રધાનને છેલ્લાં ૩૫ વર્ષથી અવિરત ભજવાતા પોતાના નાટક ‘ચાણક્ય’ના શોમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું, જે તેમણે સ્વીકાર્યું હતું
મનોજ જોષીએ ગઈ કાલે મુંબઈમાં મેઘદૂત નિવાસસ્થાને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી
અભિનેતા પદ્મશ્રી મનોજ જોષીએ ગઈ કાલે મુંબઈમાં મેઘદૂત નિવાસસ્થાને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરીને તેમને અભિનંદન અને શુભેચ્છા આપ્યાં હતાં. આ પ્રસંગે દેવેન્દ્ર ફડણવીસે પણ તેમનું હાર્દિક સ્વાગત કર્યું હતું. મનોજ જોષીએ આ મુલાકાતમાં મુખ્ય પ્રધાનને છેલ્લાં ૩૫ વર્ષથી અવિરત ભજવાતા પોતાના નાટક ‘ચાણક્ય’ના શોમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું, જે તેમણે સ્વીકાર્યું હતું. આવતા શનિવારે ૪ જાન્યુઆરીએ સાંજે ૭.૩૦ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમમાં ‘ચાણક્ય’નો ૧૭૧૦મો પ્રયોગ છે એમાં મુખ્ય અતિથિ તરીકે દેવેન્દ્ર ફડણવીસ ઉપસ્થિત રહેશે.