મનોજ બાજપાઈની સાઇલન્સ ૨૬ માર્ચે ઑનલાઇન રિલીઝ થશે
મનોજ બાજપાઈની મર્ડર-મિસ્ટરી ‘સાઇલન્સ... કૅન યુ હિયર ઇટ’ ઝીફાઇવ પ્રીમિયમ પર ૨૬ માર્ચે રિલીઝ થશે. આ ફિલ્મમાં પ્રાચી દેસાઈ અને અર્જુન માથુર લીડ રોલમાં છે. ફિલ્મની સ્ટોરીમાં દેખાડવામાં આવશે કે એક મહિલા રહસ્યમય રીતે ગુમ થઈ જાય છે. ત્યાર બાદ તેનો મૃતદેહ મળી આવે છે. ફિલ્મનું પોસ્ટર ટ્વિટર પર શૅર કરીને મનોજ બાજપાઈએ ટ્વીટ કર્યું હતું, ‘બધા જ્યારે સત્ય છુપાવતા હોય, ચુપકીદી રાખ્યા છતાં ન્યાય તો મળીને જ રહેશે. એક મર્ડર-મિસ્ટરી માટે તૈયાર રહો, જે તમને છેવટ સુધી વિવિધ અટકળો લગાવવા માટે જકડી રાખશે. ‘સાઇલન્સ... કૅન યુ હિયર ઇટ’ ઝીફાઇવ પ્રીમિયમ પર ૨૬ માર્ચે રિલીઝ થશે.’

