રૉની સ્ક્રૂવાલાની થ્રિલર ડિસ્પૅચમાં દેખાશે મનોજ બાજપાઈ
મનોજ બાજપાઈ
મનોજ બાજપાઈ થ્રિલર ‘ડિસ્પૅચ’માં જોવા મળશે. આ ફિલ્મને રૉની સ્ક્રૂવાલા પ્રોડ્યુસ અને કનુ બહલ ડિરેક્ટ કરશે. આ ફિલ્મને ઑનલાઇન રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ વિશે મનોજ બાજપાઈએ કહ્યું હતું કે ‘એક ઍક્ટર તરીકે હું એવી સ્ટોરીઝનો ભાગ બનવા માગું છું જેને હું રજૂ કરવા માગું અને જે કહેવાપાત્ર પણ હોય. ‘ડિસ્પૅચ’ આવી જ એક ફિલ્મ છે. ડિજિટલ યુગને કારણે આજે વિશ્વના તમામ લોકો સુધી સ્ટોરીઝ પહોંચી જાય છે. મને પૂરો ભરોસો છે કે આ ફિલ્મને લોકો આવકાર આપશે, કારણ કે એ આજના સમય સાથે સંબંધ ધરાવે છે. હું કનુ બહલ સાથે કામ કરવા માટે આતુર છું જે સમયની સાથે તાલમેલ રાખે છે. સ્ટોરી કહેવાની તેમની કળા અદ્ભુત છે.’
રૉની સ્ક્રૂવાલાએ કહ્યું હતું કે ‘RSVPના માધ્યમથી અમે અમારી સ્ક્રિપ્ટ્સને અને સ્ક્રીનપ્લેને ડેવલપ કરવા પર ધ્યાન આપીએ છીએ. સાથે જ એવા ડિરેક્ટર્સ સાથે કામ કરીએ છીએ જેમનું સ્ટોરી ટેલિંગનું વિઝન પણ અમારા જેવું હોય. એક અનોખી અને લોકોને જકડી રાખનારી સ્ટોરીલાઇનની સાથે ‘ડિસ્પૅચ’ની કન્ટેન્ટ એવી છે જેના પર અમને ભરોસો છે.’
ADVERTISEMENT
ડિરેક્ટર કનુ બહલે કહ્યું હતું કે ‘આ આપણી લાઇફ અને સમયને રિફ્લેક્ટ કરશે. એને બનાવવા માટે યોગ્ય સમય નહોતો મળી રહ્યો. મનોજ બાજપાઈ અને રૉની સ્ક્રૂવાલા સાથે મળીને આ ફિલ્મમાં કામ કરીને સિનેમૅટિક બાઉન્ડરીઝને ધકેલવા માટે ઉત્સાહિત છું. આ જર્નીની શરૂઆત કરવા માટે પણ હું આતુર છું.’

