મૅરેજ પરના ટ્રોલિંગ વિશે પ્રિયામણિએ કહ્યું...
પ્રિયામણિ
અજય દેવગનની ‘મૈદાન’માં જોવા મળેલી પ્રિયામણિનું કહેવું છે કે ઇન્ટરફેથ લગ્નને લઈને તેને જે રીતે ટ્રોલ કરવામાં આવી હતી એની અસર તેની સાથે તેની ફૅમિલી પર પણ પડી હતી. પ્રિયામણિએ ૨૦૧૭ની ૨૩ ઑગસ્ટે મુસ્તફા રાજ સાથે લગ્ન કર્યાં હતાં. તેનાં લગ્ન બાદ તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી. ‘ધ ફૅમિલી મૅન’ને કારણે જાણીતી થયેલી પ્રિયામણિ આ વિશે કહે છે, ‘સાચું કહું તો એની અસર મારા પર પડી હતી. હું જ નહીં, પરંતુ મારી ફૅમિલી પર પણ પડી હતી અને એમાં પણ ખાસ કરીને મારાં મમ્મી અને પપ્પા પર. જોકે મારો પતિ મારી સાથે દરેક પળે ઊભો હતો. તેણે કહ્યું હતું કે તારા પર આવતી દરેક મુશ્કેલી પહેલાં મારા પર આવશે. તેણે મને દરેક મુશ્કેલીમાં બસ, તેનો હાથ પકડી રાખવા કહ્યું હતું. મને ખુશી છે કે મને આવો સપોર્ટિંગ હસબન્ડ મળ્યો.’


