Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મહેશ ભટ્ટની ૭૮મી વર્ષગાંઠના ફૅમિલી સેલિબ્રેશનમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ગેરહાજર

મહેશ ભટ્ટની ૭૮મી વર્ષગાંઠના ફૅમિલી સેલિબ્રેશનમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ગેરહાજર

Published : 22 September, 2026 12:39 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મમેકર મહેશ ભટ્ટે પરિવાર સાથે ઘરમાં સાદગીભર્યા અંદાજમાં 78મો જન્મદિવસ ઊજવ્યો. સોની રાઝદાન, પૂજા, શાહીન અને રાહુલ ભટ્ટ હાજર રહ્યાં, જ્યારે આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને રાહા જોવા મળ્યાં નહોતાં.

મહેશ ભટ્ટ 78મો જન્મદિવસ

મહેશ ભટ્ટ 78મો જન્મદિવસ


આલિયા ભટ્ટના પપ્પા અને ફિલ્મમેકર મહેશ ભટ્ટે રવિવારે પરિવાર સાથે પોતાની ૭૮મી વર્ષગાંઠ ખૂબ જ સાદગીભર્યા અંદાજમાં ઊજવી હતી. ઘરમાં યોજાયેલા આ પ્રાઇવેટ સેલિબ્રેશનની તસવીરો પત્ની સોની રાઝદાન અને પુત્રી પૂજા ભટ્ટે સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી અને હવે આ તસવીરો ચર્ચામાં છે. 
જન્મદિવસની ઉજવણીમાં મહેશ ભટ્ટની પત્ની સોની રાઝદાન, દીકરીઓ પૂજા ભટ્ટ અને શાહીન ભટ્ટ અને દીકરો રાહુલ ભટ્ટ હાજર રહ્યાં હતાં. જોકે આ સેલિબ્રેશનમાં આલિયા, રણબીર અને રાહા ક્યાંય જોવા મળ્યાં નહોતાં. આ કારણે ચાહકોએ પણ સોશ્યલ મીડિયા પર તેમની ગેરહાજરી વિશે ચર્ચા શરૂ કરી હતી. જોકે પરિવાર તરફથી તેમના હાજર ન રહેવા અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2026 12:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK