Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લવ ઍન્ડ વૉરની માહિતી લીક ન થાય એ માટે સેટ પર મોબાઇલ ફોન સંપૂર્ણપણે બૅન

લવ ઍન્ડ વૉરની માહિતી લીક ન થાય એ માટે સેટ પર મોબાઇલ ફોન સંપૂર્ણપણે બૅન

Published : 10 April, 2026 09:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થોડા સમય પહેલાં રિપોર્ટ હતો કે ફિલ્મ સાથે સંકળાયેલી મોટા ભાગની વ્યક્તિઓ પાસે નૉન ડિસ્ક્લોઝર ઍગ્રીમેન્ટ સાઇન કરાવવામાં આવ્યું છે

દરેક સભ્યને સેટમાં પ્રવેશ કરતાં પહેલાં પોતાનું ડિવાઇસ જમા કરાવવું પડે છે

દરેક સભ્યને સેટમાં પ્રવેશ કરતાં પહેલાં પોતાનું ડિવાઇસ જમા કરાવવું પડે છે


રણબીર કપૂર, વિકી કૌશલ અને આલિયા ભટ્ટને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’ તેમની કરીઅરની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવી રહી છે. આ ફિલ્મને લઈને તેઓ ખૂબ જ સાવચેત છે અને કોઈ પણ પ્રકારની માહિતી લીક ન થાય એ માટે ખાસ પગલાં લઈ રહ્યા છે. થોડા સમય પહેલાં રિપોર્ટ હતો કે ફિલ્મ સાથે સંકળાયેલી મોટા ભાગની વ્યક્તિઓ પાસે નૉન ડિસ્ક્લોઝર ઍગ્રીમેન્ટ સાઇન કરાવવામાં આવ્યું છે. હવે માહિતી મળી છે કે ફિલ્મના સેટ પર મોબાઇલ ફોન સંપૂર્ણપણે બૅન કરવામાં આવ્યા છે.

દરેક સભ્યને સેટમાં પ્રવેશ કરતાં પહેલાં પોતાનું ડિવાઇસ જમા કરાવવું પડે છે. આવી રીતે સેટ પર સુરક્ષાવ્યવસ્થા એટલી કડક બનાવવામાં આવી છે જેથી અંદરની માહિતી બહાર જતી અટકાવી શકાય. જોકે આ ફિલ્મની રિલીઝની તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2026 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK