Krrish 4: ‘ક્રિશ 4’ વિશે આખરે સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. વર્ષો સુધી અટકી રહેલી આ સુપરહીરો ફિલ્મ પર હવે કામ શરૂ થવા જઈ રહ્યું છે અને તે વર્ષ 2026માં રીલીઝ થશે. આ વખતે હૃતિક રોશન માત્ર ઍક્ટર તરીકે નહીં, પરંતુ ડિરેક્ટર તરીકે પણ જોવા મળશે.
ક્રિશ ફિલ્મ પોસ્ટર (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
‘ક્રિશ 4’ વિશે આખરે સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. વર્ષો સુધી અટકી રહેલી આ સુપરહીરો ફિલ્મ પર હવે કામ શરૂ થવા જઈ રહ્યું છે અને તે વર્ષ 2026માં રિલીઝ થશે. ખાસ વાત એ છે કે આ વખતે હૃતિક રોશન માત્ર ઍક્ટર તરીકે નહીં, પરંતુ ડિરેક્ટર તરીકે પણ જોવા મળશે. ‘ક્રિશ’ સિરીઝની સંપૂર્ણ જવાબદારી હવે હૃતિક રોશન સંભાળશે અને આ ફિલ્મથી તે ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. આ વિશે તેના પિતા અને ફિલ્મમેકર રાકેશ રોશને પણ પુષ્ટિ કરી છે. રાકેશ રોશને કહ્યું, "હું ‘ક્રિશ 4’ નું દિગ્દર્શન મારા પુત્ર હૃતિક રોશનને સોંપી રહ્યો છું. તે શરૂઆતથી જ આ ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલો છે. હૃતિક પાસે ક્રિશની સફરને આગળ લઈ જવા માટે એક સ્પષ્ટ વિઝન છે, જે આગામી સીકવલ પર કામ કરશે. મારી માટે આ ખૂબ ગૌરવની વાત છે કે મારો દીકરો આ ફિલ્મ માટે દિગ્દર્શકની ભૂમિકા ભજવી રહ્યો છે."
રાકેશ રોશન અને આદિત્ય ચોપરા મળીને આ મેગા-બજેટ ફિલ્મનું નિર્માણ કરશે. ‘ક્રિશ 3’ 2013માં રિલીઝ થઈ હતી અને લગભગ 12 વર્ષ પછી આ સુપરહીરો સિરીઝનો નવો ભાગ આવી રહ્યો છે. દર્શકો લાંબા સમયથી ‘ક્રિશ 4’ની રાહ જોઈ રહ્યા છે, અને હવે હૃતિક પોતે ડિરેક્ટર છે એવા સમાચાર મળતાં લોકોની અપેક્ષાઓ વધી ગઈ છે.
ADVERTISEMENT
સુપરહીરો સિરીઝને નવી દિશા
‘ક્રિશ’ બૉલિવૂડની સૌથી મોટી સુપરહીરો સિરીઝમાંની એક છે, જેની શરૂઆત ‘કોઈ મિલ ગયા’(2003)થી થઈ હતી. ત્યાર બાદ ‘ક્રિશ’ (2006) અને ‘ક્રિશ 3’ (2013)એ બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી હતી. હવે ‘ક્રિશ 4’ સાથે હૃતિક રોશન આ સિરીઝને આગળ લઈ જવા માટે તૈયાર છે, જેમાં સુપરહીરો સાયન્સ ફિક્શનના તત્વો જોવા મળશે.
ફૅન્સ માટે ડબલ સરપ્રાઈઝ
જ્યાં એક તરફ હૃતિક દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરશે, ત્યાં જ ફૅન્સ જાણવા ઉત્સુક છે કે આ વખતે ‘ક્રિશ’નો મુખ્ય વિલન કોણ હશે અને ‘જાદૂ’ની વાપસી થશે કે નહીં. ફિલ્મની સ્ટારકાસ્ટ અને વાર્તા વિશે હજી વધુ માહિતી બહાર આવી નથી, પરંતુ એ નક્કી છે કે આ ફિલ્મ ભારતીય સિનેમાના સુપરહીરો જૉનરમાં એક નવી ક્રાંતિ લાવશે. 2026માં જ્યારે ‘ક્રિશ 4’ થિયેટરોમાં રિલીઝ થશે, ત્યારે તે માત્ર એક ફિલ્મ નહીં, પરંતુ હૃતિક માટે, રોશન પરિવાર માટે અને કરોડો ફેન્સ માટે એક જબરજસ્ત કમબૅક સાબિત થશે.
તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં જૉન અબ્રાહમે પોતાના સ્કૂલના દિવસોને યાદ કરતાં કહ્યું હતું કે હું અને હૃતિક રોશન બૉમ્બે સ્કૉટિશ સ્કૂલમાં એક જ ક્લાસમાં ભણતા હતા અને એ સમયે પણ હૃતિકનો ડાન્સ જોવા સ્કૂલમાં ખાસ્સી ભીડ ભેગી થતી હતી.

