બચ્ચન પાન્ડેના શૂટિંગનો થયો શુભારંભ
ક્રિતી સૅનન
અક્ષયકુમારની ‘બચ્ચન પાન્ડે’નું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ક્રિતી સૅનન, જૅકલિન ફર્નાન્ડિસ, પંકજ ત્રિપાઠી અને અર્શદ વારસી પણ લીડ રોલમાં છે. આ ઍક્શન-કૉમેડીમાં અક્ષયકુમાર ગૅન્ગસ્ટરના રોલમાં જોવા મળશે, જેને ઍક્ટર બનવાની ચાહ હોય છે તો ક્રિતી જર્નલિસ્ટ બની છે, જેને ફિલ્મ ડિરેક્ટ કરવી હોય છે. બીજી તરફ અર્શદ વારસી સ્ટ્રગલિંગ ઍક્ટર હોય છે. ફિલ્મને સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ અને ફરહાદ સામજી ડિરેક્ટ કરશે. ફિલ્મના સેટ પરનો ફોટો ટ્વિટર પર શૅર કરીને નડિયાદવાલા ગ્રૅન્ડસને ટ્વીટ કર્યું હતું કે ‘બચ્ચન પાન્ડે’ના મુરત શૉટનો આ ફોટો છે.

