શાહરુખ ખાન અને કાજોલની ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’માં કરણ જોહરે અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. અમરીશ પુરી તેમના દૃશ્ય અને દરેક વસ્તુને લઈને ખૂબ જ ચોક્કસ હતા અને એને કારણે કરણ જોહરને તેમનાથી ખૂબ જ ડર લાગતો હતો.
કારણ જોહર , અમરીશ પુરી
કરણ જોહરનું કહેવું છે કે ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ના સેટ પર તે અમરીશ પુરીથી ખૂબ જ ટ્રૉમેટાઇઝ્ડ હતો. શાહરુખ ખાન અને કાજોલની ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’માં કરણ જોહરે અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. અમરીશ પુરી તેમના દૃશ્ય અને દરેક વસ્તુને લઈને ખૂબ જ ચોક્કસ હતા અને એને કારણે કરણ જોહરને તેમનાથી ખૂબ જ ડર લાગતો હતો. તે હાલમાં ‘કૉફી વિથ કરણ’ની આઠમી સીઝનને હોસ્ટ કરી રહ્યો છે. તે આગામી શોમાં અજય દેવગન અને રોહિત શેટ્ટી સાથે જોવા મળવાનો છે. જૂના સમયને યાદ કરતાં કરણ જોહરે કહ્યું કે ‘મારા પિતા અને અમરીશ પુરીજી બન્ને એક જ ગામથી આવે છે. મારા પિતાએ જે પહેલી વ્યક્તિને ઇન્ડસ્ટ્રીમાં પગે પડવા કહ્યું હતું એ અમરીશજી હતા.’
આ વિશે અજય દેવગને કહ્યું કે ‘હું એક જ વ્યક્તિને પગે પડ્યો છું અને એ અમરીશજી હતા, કારણ કે મારો પહેલો શૉટ તેમની સાથે હતો. એથી હું તેમને પહેલાં પગે લાગ્યો હતો.’ આ વિશે આગળ જણાવતાં કરણે કહ્યું કે ‘મને તેમનાથી ખૂબ જ ડર લાગતો હતો. હું જ્યારે ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’માં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યો હતો ત્યારે અમરીશજી તેમના દૃશ્યની ડીટેલ્સને લઈને ખૂબ જ ચોક્કસ હતા. તેઓ આવતા અને કહેતા કે ટાઇમ શું થયો છે? મને એમ થયું કે મને સમય પૂછ્યો છે એથી મેં તેમને સમય કહ્યો હતો. તેમણે કહ્યું કે લંડનમાં શું સમય થયો છે અને દૃશ્યનો કેટલો સમય છે એ વિશે પૂછી રહ્યા હતા જેથી તેઓ તેમની ઘડિયાળને સેટ કરી શકે. ફિલ્મની કન્ટિન્યુઇટીને લઈને તેઓ મને પૂછતા કે હું શાલને કઈ રીતે નાખું. હું તેમનાથી સતત ટ્રૉમેટાઇઝ્ડ રહેતો હતો. જોકે તેઓ સ્વભાવના ખૂબ જ સારા માણસ હતા.’
ADVERTISEMENT
અમરીશ પૂરી વિશે વાત કરતાં અજય દેવગને કહ્યું કે ‘લોકો એવું કહેતા અને એ સાચું પણ છે કે કોઈના પણ ઘરે લગ્ન હોય અથવા તો કોઈના ઘરે મૃત્યુ થયું હોય તો તેઓ પહેલા વ્યક્તિ હતા જે હાજરી આપતા.’


