લગ્ઝરી કાર મૂકીને ઑટોમાં જોવા મળી કિમ શર્મા, તસવીરો વાયરલ
કિમ શર્મા
શાહરુખ ખાનની ફિલ્મ મહોબતેમાં દેખાઇ ચૂકેલી અભિનેત્રી કિમ શર્મા હાલ ફિલ્મોથી દૂર છે, પણ તે કોઇક ને કોઇક કારણસર લાઇમલાઇટમાં આવી જ જાય છે. હાલ તે મુંબઇના ખાર વિસ્તારમાં ઑટોથી પ્રવાસ કરતી જોવા મળી.
તસવીરોમાં તે ઑટોમાં બેસીને પોતાના મોબાઇલમાં વ્યસ્ત દેખાય છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. જો કે આ પહેલા પણ તે ઑટોમાં પ્રવાસ કરતી જોવા મળી ચૂકી છે.
ADVERTISEMENT

લૂકની વાત કરીએ તો કિમ શર્માએ વાઇટ ટૉપ અને પિંક શૉર્ટ્સ પહેર્યા છએ. તેણે પોતાના વાળ બાંધીને રાખ્યા છે. આ સિવાય તેણે વાઇટ કલરના સેન્ડલ પહેર્યા છે. જણાવીએ કે કિમ શર્મા, હર્ષવર્ધન રાણે સાથે રિલેશનશિપને લઈને ચર્ચામાં હતી. થોડા સમય પહેલા જ તેમણે પોતાનો પ્રેમ સોશિયલ મીડિયા પર એલાન કર્યો હતો, પણ બન્નેના સંબંધ વધું સમય ચાલી શક્યા નહી.

રિપોર્ટ્સ પ્રમાણે બન્નેએ તાજેતરમાં જ બ્રેકઅપ કરી લીધું છે. ચર્ચા પ્રમાણે બન્ને વચ્ચે ગયા મહિને ઝઘડો થયો હતો અને ત્યાર બાદ બન્ને એકબીજા સાથે વાત નથી કરતાં. બન્ને આ વિશે કોઇ વાત કરતાં ન હતા, પણ હર્ષવર્ધનના પબ્લિસિસ્ટે આ વિશે કહ્યું કે બન્ને હવે સાથે નથી. હર્ષવર્ધન અને કિમ એકબીજાને ડેટ કરી રહ્યા છે એવી ચર્ચા સૌ પ્રથમ 2017માં થઈ હતી.
આ પણ વાંચો : નવરાત્રિ 2019: આ 5 જગ્યાના ગરબા છે સૌથી ફેમસ
વર્કફ્રન્ટની વાત કરીએ તો કિમ શર્મા છેલ્લે સાઉથ ફિલ્મ મગધીરામાં જોવા મળી હતી. ફિલ્મમાં તેણે સ્પેશિયલ અપીયરેન્સ આપ્યું હતું. ત્યાર બાદ તે કોઇપણ ફિલ્મમાં જોવા મળી નથી.


