કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક એવો વીડિયો શૅર કર્યો છે જેથી તેના ફૉલોઅર્સના ધબકારા વધી ગયા છે. તેમણે ખૂબ જ ડ્રામેટિક રીતે 3 ઇડિયટ્સની સીક્વલ બનાવવા તરફ ઈશારો કર્યો છે. ચાહકો ઉત્સાહિત છે.
કરીના કપૂર (તસવીર સૌજન્ય મિડ ડે)
કરીના કપૂરે (Kareena Kapoor) ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એક એવો વીડિયો શૅર કર્યો છે જેથી તેના ફૉલોઅર્સના ધબકારા વધી ગયા છે. તેમણે ખૂબ જ ડ્રામેટિક રીતે 3 ઇડિયટ્સની સીક્વલ બનાવવા તરફ ઈશારો કર્યો છે. ચાહકો ઉત્સાહિત છે.
કરીના કપૂરે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેને જોઈને સિનેમાપ્રેમીઓ ઉત્સાહિત છે. આમાં તેણે 3 ઇડિયટ્સની સીક્વલની હિંટ આપી છે. કરીને રીસન્ટલી વેકેશન પરથી પાછી આવી છે. ક્લિપમાં તેણે એ પણ કહ્યું કે તે રજા પર ગઈ હતી ત્યાંથી પાછા આવતી વખતે તેને કંઈક ખબર પડી છે. તે જણાવે છે કે આમિર ખાન, આર માધવન અને શરમન જોશી મળીને કંઇક પ્લાન કરી રહ્યા છે. તેમને લાગે છે કે આ 3 ઇડિયટ્સની સીક્વલ હોઈ શકે છે. કરીનાની કમેન્ટ્સ જોઈને લાગે છે કે લોકો ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે.
ADVERTISEMENT
View this post on Instagram
કરીનાના વીડિયો પર ચાહકો ઉત્સાહિત
કરીના કપૂરે એક શૉકિંગ વીડિયો શૅર કર્યો છે. આમાં તેમના બેકગ્રાઉન્ડમાં આમિર ખાન, શરમન જોશી અને આર માધવન દેખાઈ રહ્યા છે. ત્રણેય પ્રેસ કૉન્ફ્રેન્સના સેટઅપમાં બેઠેલા છે અને 3 ઇડિયટ્સ લખેલું છે. કરીના આ મામલે બોલે છે કે, મને અત્યારે ખબર પડી છે કે જ્યારે હું હૉલિડે પર હતી ત્યારે આ લોકો કંઈક કરી રહ્યા હતા. કરીના કહે છે કે ત્રણેય પ્રેસ કૉન્ફ્રેન્સ સીક્રેટ રાખી રહ્યા હતા. કંઈક તો ગરબડ છે. પ્લીઝ એ નહીં કહેતા કે શરમનની કોઈક ફિલ્મનું પ્રમોશન છે, મને લાગે છે કે સીક્વલ આવી રહી છે. પણ મારા વગર આ સીક્વલ કેવી રીતે થઈ શકે. કરીના બોલે છે કે, બોમન ઈરાનીને ચોક્કસ ખબર હશે. હું તેમને ફોન કરીને પૂછું છું.
આ પણ વાંચો : Pradeep Sarkar Death: `મર્દાની` અને `લગા ચુનરી મેં દાગ` જેવી ફિલ્મના નિર્દેશકનું નિધન
ફિલ્મે કરી હતી બમ્પર કમાણી
હિન્દી સિનેમાના દર્શક લાંબા સમયથી એન્ટરટેઈનિંગ ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે. એવામાં 3 ઈડિયટ્સ ફિલ્મની સીક્વલના સમાચારથી લોકો આનંદમાં છે. ફિલ્મ 2009માં રિલીઝ થઈ હતી. રિપૉર્ટ્સ પ્રમાણે, આનું બજેટ લગભગ 55 કરોડ હતું અને બૉક્સ ઑફિસ પર 400.61 કરોડની આસપાસ કમાણી થઈ હતી. ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર હિરાણી હતા આને અભિજીત જોશીએ લખી હતી અને વિધુ વિનોદ ચોપડા પ્રૉડ્યૂસર હતા.

