વૉર પર આધારિત ઍક્શન ફિલ્મમાં દેખાશે ઈશાન ખટ્ટર
ઈશાન ખટ્ટર
ઈશાન ખટ્ટર વૉર પર આધારિત ઍક્શન ફિલ્મમાં બ્રિગેડિયર બલરામ સિંહ મેહતાના પાત્રમાં જોવા મળશે. ફિલ્મનું નામ ‘પિપા’ છે. એને ‘ઍરલિફ્ટ’ના ડિરેક્ટર રાજા ક્રિષ્ન મેનન ડિરેક્ટ કરશે. 1971ના ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં બલરામ સિંહ મેહતાએ તેના ભાઈ સાથે ભાગ લીધો હતો. આ ફિલ્મ આવતા વર્ષના અંતમાં રિલીઝ થશે. ફિલ્મ વિશે ઈશાન ખટ્ટરે કહ્યું હતું કે ‘હું આ અગત્યની ફિલ્મનો ભાગ બનીને ખૂબ ખુશ છું. ટૅન્ક કમાન્ડર કૅપ્ટન બલરામ સિંહ મેહતાનું પાત્ર ભજવવાનો મને ગર્વ છે. હું ‘પિપા’નો અનુભવ લેવા માટે ખૂબ ઉત્સાહી છું.’

