મારે શક્ય હોય એટલા નવા ફિલ્મમેકર્સ સાથે કામ કરવું છે : આયુષ્માન ખુરાના
મારે શક્ય હોય એટલા નવા ફિલ્મમેકર્સ સાથે કામ કરવું છે : આયુષ્માન ખુરાના
આયુષ્માન ખુરાનાનું કહેવું છે કે તેને તેનાથી શક્ય હોય એટલા નવા ફિલ્મમેકર્સ સાથે કામ કરવું છે. નવા ડિરેક્ટર્સ નવા વિઝન સાથે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા આવે છે એથી તેને તેમની સાથે કામ કરવાની મજા આવે છે. આયુષ્માન હાલમાં ‘અનેક’નું શૂટિંગ કરી રહ્યો છે. તે અનુભવ સિંહા સાથે બીજી વાર કામ કરી રહ્યો છે. જોકે તેણે અગાઉ શરત કટારિયા, હિતેશ કેવલ્યા, રાજ શાંડિલ્ય, આર. એસ. પ્રસન્ના, અક્ષય રૉય, વિભુ પુરી અને નૂપુર અસ્થાના, અશ્વિની અય્યર તિવારી, અમિત શર્મા અને અમર કૌશિક જેવા ડિરેક્ટર્સ સાથે કામ કર્યું છે. આ વિશે વાત કરતાં આયુષ્માને કહ્યું હતું કે ‘હું હંમેશાં નવા સ્ટોરીટેલર સાથે કામ કરવા માટે ઉત્સુક હોઉં છું, કારણ કે તેઓ આપણા સિનેમામાં ફ્રેશ વૉઇસ અને વિઝન લઈને આવે છે. પહેલી વાર ફિલ્મ બનાવનાર અથવા તો યુવાન ફિલ્મમેકર ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઇમેજ બનાવવા માટે જી-જાન લગાવી દે છે. તેઓ ખૂબ જ રિસ્ક લે છે અને હું પણ સુપર રિસ્કી ફિલ્મો પસંદ કરું છું. મારાથી શક્ય હોય એટલા નવા ફિલ્મમેકર સાથે હું કામ કરવા માગું છું, કારણ કે તેઓ રિસ્ક-ટેકર હોય છે. આજે લોકોને જેવી કન્ટેન્ટ જોઈએ છે એવી તેઓ પૂરી પાડી શકે છે. હું હંમેશાંથી માનતો આવ્યો છું કે રિસ્ક વગર કંઈ પણ સારું બહાર નથી આવી શકતું.’
‘અનેક’ બાદ તે ‘ડૉક્ટર જી’માં પહેલી વાર અનુભૂતિ કશ્યપ સાથે કામ કરશે. તેના વિશે વાત કરતાં આયુષ્માને કહ્યું હતું કે
‘ફર્સ્ટ-ટાઇમ ડિરેક્ટર અનુભૂતિ કશ્યપ સાથે ‘ડૉક્ટર જી’માં કામ કરી રહ્યો છું. તેની સાથે કામ કરવા માટે હું ખૂબ જ આતુર છું. મારું માનવું છે કે તેના વિઝનને લઈને તે ખૂબ જ ચોક્કસ છે અને અમે એના કારણે કંઈક યુનિક દર્શકોની સામે લઈને આવીશું.’

