લગ્ન નહીં થાય ત્યાં સુધી હું સિંગલ છું: કિયારા અડવાણી
કિયારા અડવાણી, નેહા ધુપિયા
કિઆરા અડવાણીએ ચૅટ શો ‘નો ફિલ્ટર નેહા’માં જણાવ્યું હતું કે જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી તે સિંગલ રહેવાનું સ્ટેટસ પસંદ કરશે. પોતાના જ પ્રોફેશનના વ્યક્તિની સાથે ડેટ કરવામાં પણ તેને કોઈ વાંધો નથી. સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રિલેશનમાં હોવાની અફવા ફેલાઈ હતી. નેહા ધુપિયાના શોને વર્ચ્યુઅલી અટેન્ડ કરનાર કિઆરાને રિલેશનશિપ સ્ટેટસ વિશે પૂછવામાં આવ્યું હતું. એનો જવાબ આપતાં કિઆરાએ કહ્યું હતું કે ‘મને એ સ્ટેટસ ખૂબ પસંદ છે કે જેમાં કહેવામાં આવે છે કે ‘જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી હું સિંગલ છું.’ મેં લગ્ન નથી કર્યાં એટલે હું સિંગલ છું. મારે વિચારવું પડશે કે હું ફેમસ થઈ એ પહેલાં કેટલાને ડેટ કર્યા હતા. તમે અન્ય પ્રોફેશનના લોકોને મળો એના કરતાં પોતાના જ પ્રોફેશનના વ્યક્તિને પસંદ કરો એ સારું કહેવાય. મારો કહેવાનો અર્થ એ છે કે જો હું કોઈને ડેટ કરું અથવા તો કોઈ ઍક્ટરની સાથે લગ્ન કરું તો મને નથી લાગતું એના કારણે અમારા પ્રોફેશન પર કોઈ અસર થશે.’

