દરેક વસ્તુ જાણવાની મને ખૂબ જ તાલાવેલી હોય છે: પરિણીતી ચોપડા
પરિણીતી ચોપડા
પરિણીતી ચોપડાનું કહેવું છે કે તેને દરેક વસ્તુ જાણવામાં ખૂબ જ ઇન્ટરેસ્ટ પડે છે. તેની ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’ ગઈ કાલે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મ માટે તેણે ખૂબ જ મહેનત કરી હતી. ફિલ્મની પ્રોસેસ વિશે વાત કરતાં પરિણીતીએ કહ્યું હતું કે ‘મને સિંગલ ટેક અને સ્ટેડી કૅમેરા શૉટની સ્ટાઇલ ખૂબ જ પસંદ છે. એનાથી મને સ્ટેજ પર નાટક કરતા હોઈએ એવી ફીલ આવે છે. જોકે આ એના કરતાં થોડું વધુ ટેક્નિકલ છે. તમને માર્ક્સ આપી દેવામાં આવ્યા હોય છે અને તમારે દરેક ઇન્સ્ટ્રક્શનને ફૉલો કરવાની હોય છે.’
સ્પૉન્ટેનિયસ શૂટ કરતાં પહેલેથી નક્કી કરેલાં દૃશ્યો ભજવવાં પરિણીતીને ખૂબ જ પસંદ છે. આ વિશે વાત કરતાં પરિણીતીએ કહ્યું હતું કે ‘મને દરેક વસ્તુ જાણવામાં ખૂબ જ રસ હોય છે. આથી હું એ વિશે પૂછતી રહું છું. જો ૩૦ માર્ક્સ હોય અને ૮૦ ડાયલૉગ્સ હોય તો મને એમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ પડે છે. અમે આ ફિલ્મમાં ઘણાં લાંબાં દૃશ્યોને પણ શૂટ કર્યાં છે.’
ADVERTISEMENT
બૉલીવુડમાં ઇમેજમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ છે. આ વિશે પરિણીતીએ કહ્યું હતું કે ‘મને આજ સુધી સ્ક્રીન પર જે પણ પાત્રમાં જોઈ છે એના કરતાં હું આ ફિલ્મમાં અલગ કામ કરી શકીશ એવું વિચારવા બદલ હું રિભુ દાસગુપ્તાનો આભાર માનું છું. ઍક્ટર્સ સાથે આવું ઘણું ઓછું થતું જોવા મળે છે, કારણ કે તેમને દર્શકોએ ચોક્કસ પાત્રોમાં જ જોયા હોય છે. હું ઇચ્છતી હતી કે દર્શકો મારી નવી સાઇડને પણ જુએ. હું તેમને આશ્ચર્યચકિત કરવા માગતી હતી.’

