રાની મુખરજીનું કહેવું છે કે ‘કુછ કુછ હોતા હૈ’ને કારણે તે આજે સ્ટાર છે.
કરણ જોહર, રાની મુખર્જી અને શાહરુખ ખાન
રાની મુખરજીનું કહેવું છે કે ‘કુછ કુછ હોતા હૈ’ને કારણે તે આજે સ્ટાર છે. આ ફિલ્મમાં તે મૉડર્ન ટીનાના રોલમાં દેખાઈ હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાન, કાજોલ, સલમાન ખાન, અર્ચના પૂરણસિંહ, અનુપમ ખેર અને જૉની લીવર પણ લીડ રોલમાં હતાં. આ ફિલ્મને અનેક અવૉર્ડ્સ મળ્યા હતા અને દર્શકોને પણ આ ફિલ્મની સ્ટોરી ખૂબ પસંદ પડી હતી. આ ફિલ્મમાં રોલ મળ્યો એ માટે કરણનો આભાર માનતાં રાનીએ કહ્યું કે ‘હું આજે સ્ટાર છું તો એ ‘કુછ કુછ હોતા હૈ’ને કારણે છું. અંજલિને બદલે રાહુલ ટીનાના પ્રેમમાં પડે છે. એ પણ કરણને કારણે જ થયું છે. એથી કરણ, એના માટે તારો આભાર. હું ૧૭ વર્ષની હતી જ્યારે મેં આ ફિલ્મ કરી હતી. આજે મારી દીકરી ૮ વર્ષની થઈ છે, બરાબર એ ફિલ્મમાં મારી ઑન-સ્ક્રીન દીકરી સનાની જેમ. એથી ‘કુછ કુછ હોતા હૈ’ને કારણે હું સ્ટાર છું. અમને બધાંને આટલો પ્રેમ આપ્યો એ માટે સૌનો આભાર. આવો જ પ્રેમ અમને આગામી પચીસ વર્ષ સુધી આપતાં રહેજો.’
યુવા કલાકાર રોમૅન્ટિક ફિલ્મો કરે એવી ઇચ્છા છે શાહરુખ ખાનની
ADVERTISEMENT
શાહરુખ ખાનની ઇચ્છા છે કે હવે યુવા કલાકાર રોમૅન્ટિક ફિલ્મો કરે. આ વાત તેણે ‘કુછ કુછ હોતા હૈ’ની પચીસમી ઍનિવર્સરી નિમિત્તે કહી હતી. આ ફિલ્મ ૧૯૯૮ની ૧૬ ઑક્ટોબરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મની સ્ટોરી ફ્રેન્ડશિપ અને પ્રેમ પર આધારિત હતી. ફિલ્મની પચીસમી ઍનિવર્સરી હોવાથી એનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. એ દરમ્યાન કરણ જોહર, જેણે ફિલ્મ ડિરેક્ટ કરી હતી તે, શાહરુખ અને રાની મુખરજી પણ હાજર હતાં. એ ફિલ્મ વિશે શાહરુખે કહ્યું કે ‘આ ફિલ્મે અમારી લાઇફ પર અને દિલો પર ખાસ અસર પાડી છે. આપ લોગ થોડા બહોત સમઝતે હો, પૂરા નહીં સમઝોગે ક્યૂંકિ કુછ કુછ હોતા હૈ.’હવે તે કેવા પ્રકારની ફિલ્મો કરવાનો છે એ વિશે શાહરુખે કહ્યું કે ‘અબ પતા નહીં લવ સ્ટોરી કરું યા નહીં કરું. અબ જવાન બચ્ચોં કો કરને દો.’


