હૃતિક રોશનને બૉલીવુડમાં પચીસ વર્ષ થઈ ગયાં છે ત્યારે સુપરસ્ટાર હાલમાં અમેરિકાનાં અલગ-અલગ શહેરોની ટ્રિપ પર છે અને પોતાના ફૅન્સને મળી રહ્યો છે. જોકે હાલમાં કેટલાક ફૅન્સે તેની ટૂર વિશે નકારાત્મક અભિપ્રાય આપ્યો છે.
હૃતિક રોશનને
હૃતિક રોશનને બૉલીવુડમાં પચીસ વર્ષ થઈ ગયાં છે ત્યારે સુપરસ્ટાર હાલમાં અમેરિકાનાં અલગ-અલગ શહેરોની ટ્રિપ પર છે અને પોતાના ફૅન્સને મળી રહ્યો છે. જોકે હાલમાં કેટલાક ફૅન્સે તેની ટૂર વિશે નકારાત્મક અભિપ્રાય આપ્યો છે. હૃતિક અમેરિકામાં ઍટલાન્ટા, હ્યુસ્ટન, ન્યુ જર્સી અને શિકાગો જેવા શહેરમાં તેના ફૅન્સને મળી રહ્યો છે. શનિવારે તેણે ડૅલસમાં એક ઇવેન્ટમાં હાજરી આપી હતી, પણ હવે સોશ્યલ મીડિયામાં હૃતિકના ફૅન્સ તેની ડૅલસની ઇવેન્ટ વિશે ફરિયાદ કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા સાઇટ રેડિટ પર એક યુઝરે ફરિયાદ કરતાં કહ્યું છે કે તેણે હૃતિકને મળવા માટે ખાસ સવા લાખ રૂપિયાનો VIP પાસ લીધો હતો, બે કલાક લાઇનમાં રાહ જોયા પછી પણ મને હૃતિકને જોવાનો મોકો ન મળ્યો. તેણે ફરિયાદ કરતાં કહ્યું કે ‘હૃતિકે અડધાથી વધારે ફૅન્સ સાથે તસવીર પણ ક્લિક નથી કરાવી. આ પ્રકારની અવ્યવસ્થા માટે ફૅન્સ મિસમૅનેજમેન્ટને જવાબદાર ગણી રહ્યા છે. તેઓ ફરિયાદ કરી રહ્યા છે કે જો આવું જ વર્તન થવાનું હોય તો VIP ટિકિટ લેવાનો શું ફાયદો? અમારા તો પૈસા જ પાણીમાં જતા રહ્યા.


