સિમરન બનાવવાને મિસ્ટેક માને છે હંસલ મેહતા
હંસલ મેહતા
ફિલ્મમેકર હંસલ મેહતાને ‘સિમરન’ બનાવવી એક ભૂલ લાગે છે. 2017માં આવેલી આ ફિલ્મમાં કંગના રનોટ હતી. હંસલ મેહતાએ આ વાત એટલા માટે કહી કેમ કે ખેડૂતોના આંદોલનને ટેકો આપવા માટે સમાજસેવક અણ્ણા હઝારે 30 જાન્યુઆરીથી પોતાના ગામ રાળેગણ સિદ્ધિમાં આમરણ અનશન પર બેસવાના હતા. જોકે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અણ્રા હઝારે સાથે મુલાકાત કરી હતી અને અણ્ણા હઝારેએ અનશન કરવાનો પોતાનો વિચાર માંડી વાળ્યો હતો. અણ્ણા હઝારે ખેડૂતોને ટેકો આપવા માટે અનશન કરવાના છે એ વાતને હંસલ મેહતાએ ટેકો આપ્યો હતો. હવે તેમને એમ લાગે છે કે હઝારેને સમર્થન આપવું એ તેમની ભૂલ છે. એ વિશે ટ્વિટર પર હંસલ મેહતાએ ટ્વીટ કર્યું હતું કે ‘મેં સારી મન્શા સાથે અણ્ણાને ટેકો આપ્યો હતો. આ અગાઉ મેં અરવિંદ કેજરીવાલને પણ સમર્થન આપ્યું હતું. એનો મને કોઈ પસ્તાવો નથી. આપણે બધા મિસ્ટેક્સ કરીએ છીએ. મેં ‘સિમરન’ બનાવીને ભૂલ કરી હતી.’


