વરાઇટીના 500ના લિસ્ટમાં સામેલ થનારી એકમાત્ર ભારતીય મહિલા બની એકતા કપૂર
વરાઇટીના 500ના લિસ્ટમાં સામેલ થનારી એકમાત્ર ભારતીય મહિલા બની એકતા કપૂર
વરાઇટી મૅગેઝિનના 500 સૌથી પ્રભાવશાળી વ્યક્તિના લિસ્ટમાં કન્ટેન્ટ ક્વીન એકતા કપૂરનું નામ સામેલ થયું છે. આ લિસ્ટમાં તેની સાથે ઓપ્રા વિન્ફ્રી, જેફ બેઝોસ, માર્ક ઝકરબર્ગ, સ્ટીવન સ્પીલબર્ગ, લિયોનાર્ડો ડી કૅપ્રિયો અને ટિમ કુક જેવા લોકો સામેલ છે. એકતા કપૂર ઇન્ડિયન ટેલિવિઝન પર પોતાની સિરિયલ્સને કારણે ઘર-ઘરમાં જાણીતું નામ બની ગઈ છે. તે પોતાની ફિલ્મો અને અલ્ટ બાલાજીની સાથે સ્ટ્રીમિંગ માર્કેટમાં છવાયેલી છે. ભારતની 100 સૌથી પ્રશંસિત બ્રૅન્ડ્સમાં તેના અલ્ટ બાલાજીનું નામ પણ જોડાયેલું છે. તે એક વર્ષમાં ટેલિવિઝન પર 800થી વધુ કલાકો બનાવવામાં સફળ રહી છે. મીડિયા ઉદ્યોગમાં તેની રચનાત્મક અને વ્યાવસાયિક છાપ છે. એક ઇનોવેટર અને રિસ્ક લેનારી એકતા કપૂરે દેશને આગળ વધારવા માટે અનેક ક્રીએટિવ કામ પણ કર્યાં છે. એથી એમાં કોઈ આશ્ચર્ય નથી કે આ પ્રતિષ્ઠિત લિસ્ટમાં સ્થાન મેળવનારી તે એક મહિલા બની છે. આ લિસ્ટમાં અક્ષયકુમાર, મુકેશ અંબાણી, આમિર ખાન, રૉની સ્ક્રૂવાલા, કિશોર લુલ્લા, સિદ્ધાર્થ રૉય કપૂર અને કલાનિધિ મારનનાં નામ પણ છે. તાજેતરમાં જ ફૉર્ચ્યુન ઇન્ડિયાની 50 સૌથી શક્તિશાળી મહિલાઓના રૂપમાં પણ એકતાનું નામ હતું. તેનું સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ ચાર વર્ષ પહેલાં જ લૉન્ચ થયું છે. ડિજિટલ પ્લૅટફૉર્મ પર પોતાનું સ્થાન બનાવવામાં તે સફળ થઈ છે.

