અદિવી શેષ અને મૃણાલની ફિલ્મના પ્રમોશન માટે અમલમાં મુકાયો અનોખો આઇડિયા
હાલમાં અદિવી શેષ અને મૃણાલ ઠાકુરની ફિલ્મ ‘ડકૈત’નો એક પ્રમોશનલ વિડિયો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે
ફિલ્મ ‘ધુરંધર’માં જમીલ જમાલીના પાત્રથી ચર્ચામાં આવેલા અભિનેતા રાકેશ બેદીનો ડાયલૉગ ‘મેરા બચ્ચા હૈ તૂ’ લોકો વચ્ચે ખૂબ લોકપ્રિય બની ગયો છે. હવે તો લોકપ્રિયતાનો ઉપયોગ ફિલ્મના પ્રમોશનમાં થઈ રહ્યો છે. હાલમાં અદિવી શેષ અને મૃણાલ ઠાકુરની ફિલ્મ ‘ડકૈત’નો એક પ્રમોશનલ વિડિયો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે જેમાં રાકેશ બેદી સિનેમાઘરના ટિકિટ-કાઉન્ટર પર ફિલ્મ ‘ડકૈત’ની ટિકિટ વેચતો જોવા મળે છે. પ્રમોશનનો આ મજેદાર અંદાજ લોકોને ખૂબ ગમી રહ્યો છે. ‘ડકૈત’ની ઍક્ટ્રેસ મૃણાલ ઠાકુરે ‘ડકૈત’ની રિલીઝ પહેલાં આ વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. આ પોસ્ટ સાથે મૃણાલે લખ્યું કે ‘રાકેશજી, હમ તો આપકે બચ્ચે હૈં... તો પ્લીઝ દેદોના ટિકિટ.’
