દીપિકા પાદુકોણ હાલમાં પોતાના જીવનના સૌથી સુંદર તબક્કાનો આનંદ માણી રહી છે. તાજેતરમાં જ તે બીજી દીકરી દેવીની મમ્મી બની છે. મમ્મી બન્યા પછી દીપિકા અવારનવાર સોશ્યલ મીડિયા પર પોતાના અંગત જીવન સાથે જોડાયેલાં કૉમેડી મીમ્સ શૅર કરતી રહે છે.
દીપિકાએ સોશ્યલ મીડિયા પર એક મજેદાર પોસ્ટ શૅર કરી
દીપિકા પાદુકોણ હાલમાં પોતાના જીવનના સૌથી સુંદર તબક્કાનો આનંદ માણી રહી છે. તાજેતરમાં જ તે બીજી દીકરી દેવીની મમ્મી બની છે. મમ્મી બન્યા પછી દીપિકા અવારનવાર સોશ્યલ મીડિયા પર પોતાના અંગત જીવન સાથે જોડાયેલાં કૉમેડી મીમ્સ શૅર કરતી રહે છે. હવે ફરી એક વખત તેણે સોશ્યલ મીડિયા પર એક મજેદાર પોસ્ટ શૅર કરી છે. દીપિકાએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં બ્રેસ્ટ-પમ્પમાંથી આવતા અવાજની સરખામણી ભૂતિયા ઘર સાથે કરવામાં આવી છે. આ વિડિયોમાં લખવામાં આવ્યું છે કે ‘એક ભૂતિયા ઘર, પણ હકીકતમાં આ મધરાતે તમારા બ્રેસ્ટ-પમ્પમાંથી આવતો અવાજ છે.’
