ફૉરેન સેલેબ્સ આપણી પૉલિસી વિશે નિવેદન આપતી હોવાથી કુતૂહલ થાય છે:હેમા
ફૉરેન સેલેબ્સ આપણી પૉલિસી વિશે નિવેદન આપતી હોવાથી કુતૂહલ થાય છે:હેમા
હેમા માલિનીનું કહેવું છે કે ઇન્ડિયાની ઇન્ટર્નલ પૉલિસીને લઈને ફૉરેન સેલિબ્રિટીઝ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે એનાથી તેમને કુતૂહલ થઈ રહ્યું છે. તેઓ ભારતીય જનતા પાર્ટી (બીજેપી)નાં એમ.પી. પણ છે. ઇન્ટરનૅશનલ સિંગર રિહાના સ્વેદિશ, એન્વાયર્નમેન્ટ ઍક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ અને પૉર્નસ્ટાર મિયા ખલીફાએ ઇન્ડિયામાં ચાલી રહેલા ફાર્મર પ્રોટેસ્ટ વિશે ટ્વીટ કર્યું હતું. આ વિશે હેમા માલિનીએ ટ્વીટ કર્યું હતું કે ‘ઇન્ટરનૅશનલ સેલિબ્રિટીઝે આપણા ભવ્ય દેશ ઇન્ડિયાનું નામ માત્ર સાંભળ્યું જ છે. તેઓ આપણી ઇન્ટર્નલ પૉલિસી વિશે સ્ટેટમેન્ટ આપી રહ્યા હોવાથી મને ઘણું કુતૂહલ થઈ રહ્યું છે. તેઓ એમાંથી શું મેળવવા માગે છે એ વિશે મારે જાણવું છે. તેઓ કોને ખુશ કરવા માગે છે?’


