અમિતાભની બાજુમાંથી રેખાને હટાવીને જયાને મુકાવ્યાં
રવિ તેજાની તેલુગુ ફિલ્મ ‘મિસ્ટર બચ્ચન’નો સીન
સાઉથના રવિ તેજાની તેલુગુ ફિલ્મ ‘મિસ્ટર બચ્ચન’નાં રોલિંગ ટાઇટલ્સમાં અમિતાભ બચ્ચન અને રેખાનો સાથે ફોટો હતો. એને જોતાં સેન્સર બોર્ડે એ ફોટોમાંથી રેખાને હટાવીને અમિતાભ બચ્ચન સાથે વાઇફ જયા બચ્ચનનો ફોટો ઉમેરવાની સલાહ આપી હતી. ‘મિસ્ટર બચ્ચન’ આજે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની શરૂઆતમાં એક નાનો બાળક બીડી પીતો દેખાઈ રહ્યો છે. એથી સેન્સરે બીડીની જગ્યાએ પેન્સિલ મુકાવી છે. સાથે જ અપશબ્દો અને ગાળોને મ્યુટ કરવામાં અથવા બદલવામાં આવ્યાં છે. ‘મિસ્ટર બચ્ચન’ ૨૦૧૮માં આવેલી અજય દેવગનની ‘રેઇડ’ની ઑફિશ્યલ રીમેક છે. ‘ચંદુ ચૅમ્પિયન’માં નયનતારાના રોલમાં જોવા મળેલી ભાગ્યશ્રી બોર્સે ‘મિસ્ટર બચ્ચન’માં લીડ રોલમાં દેખાશે.


