કૉલેજમાં લગભગ દરેક વિદ્યાર્થીને તેના ફાઈનલ યરના છેલ્લા સેમિસ્ટરમાં અથવા સેકેન્ડ લાસ્ટ સેમિસ્ટરમાં તેના વિષયને અનુરૂપ એક પ્રૉજેક્ટ કરવાનો હોય છે. આ પ્રૉજેક્ટ કઈ રીતે કરવો છે તેની પસંદગી વિદ્યાર્થીઓ પોતાની મરજીથી કરતાં હોય છે. બેચલર ઑફ માસ મીડિયા હોય કે બેચલર ઑફ મલ્ટિમીડિયા એન્ડ માસ કમ્યુનિકેશન આ પ્રકારની ડિગ્રી માટે સ્ટડી કરતી વખતે વિદ્યાર્થીઓએ ક્યારેક શૉર્ટ ફિલ્મ તો ક્યારેક ન્યૂઝપેપર તો ક્યારેક મેગઝીન બનાવવાના પ્રૉજેક્ટ આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા પ્રમાણે આ પ્રૉજેક્ટ બનાવે છે. જાણીતા લેખક, પત્રકાર, ક્રિએટિવ કન્સલ્ટન્ટ એવા સંજય ત્રિવેદીના દીકરી આદ્યા ત્રિવેદીને પોતાની સ્ટડીઝના ફાઈનલ યરમાં આવો જ એક પ્રૉજેક્ટ બનાવવાનો હતો જેમાં તેણે શૉર્ટ ફિલ્મ બનાવવાની હતી. આદ્યાએ નક્કી કર્યું કે જ્યારે શૉર્ટ ફિલ્મ બનાવવાની જ છે તો તેનો વિષય વસ્તુ એ પ્રકારનો રાખીએ કે તે ફિલ્મ ફેસ્ટિવલમાં પણ મોકલી શકાય. આ રીતે આદ્યાએ બનાવેલી શૉર્ટ ફિલ્મ કૉલેજમાં તો વિખ્યાત થઈ જ પણ સાથે સાથે સપ્તરંગ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ખૂબ જ વખણાઈ, તો અહીં જાણો આદ્યા ત્રિવેદીની શૉર્ટ ફિલ્મ બનાવવાથી માંડીને બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટર માટેનો એવૉર્ડ જીતવા સુધીની જર્ની વિશે...
15 November, 2024 01:21 IST | Mumbai | Shilpa Bhanushali