હાલમાં આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું છે ત્યારે આ વાતની જાહેરાત કરીને અહાને ફિલ્મના સેટ પરના કેટલાક અનસીન ફોટો અને વિડિયો શૅર કર્યા છે
બૉર્ડર 2નું શૂટિંગ પૂર્ણ થયું
સની દેઓલ, વરુણ ધવન, દિલજિત દોસાંઝ અને અહાન શેટ્ટીને લીડ રોલમાં ચમકાવતી ‘બૉર્ડર 2’ આવતા વર્ષે ૨૩ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું છે ત્યારે આ વાતની જાહેરાત કરીને અહાને ફિલ્મના સેટ પરના કેટલાક અનસીન ફોટો અને વિડિયો શૅર કર્યા છે. આ તસવીરો પોસ્ટ કરીને અહાને લખ્યું છે, ‘બૉર્ડર 2નું કામ પૂરું થયું. આજે સેટ પરથી બહાર નીકળતાં મન ખૂબ જ ભારે થઈ ગયું. આ ફિલ્મે મને ચૅલેન્જ આપી અને એવી પળો આપી જે હું ક્યારેય ભૂલી નહીં શકું. હું મારા દિલમાં સશસ્ત્ર દળો માટે તેમ જ જેમની સાથે સ્ક્રીન શૅર કરવાની તક મળી તે કલાકારો માટે ભારે માનની લાગણી અનુભવું છું. પરિવારમાં બદલાઈ ગયેલી ફિલ્મની ટીમ પાસેથી હું કૃતજ્ઞતા સાથે વિદાય લઈ રહ્યો છું. આ ફિલ્મ મારા માટે માત્ર એક ફિલ્મ કરતાં વિશેષ છે. એમાં સાચી વાર્તા છે, સાચું સાહસ છે અને દેશભક્તિનો એવો ભાવ છે જે પડદા પારથી પણ અનુભવી શકાય છે. આભાર ‘બૉર્ડર 2’. આ અધ્યાય હંમેશાં મારી સાથે રહેશે. જય હિન્દ.’


