રણબીર કપૂરના પિતાનો રોલ ભજવશે બોની કપૂર
બોની કપૂર
બોની કપૂર હવે લવ રંજનની ફિલ્મમાં રણબીર કપૂરના પિતાની ભૂમિકામાં જોવા મળશે. બોની કપૂરે તાજેતરમાં રિલીઝ થયેલી ‘AK Vs AK’માં નાનકડી ભૂમિકા ભજવી હતી. હવે તેઓ ફુલફ્લેજ રોલમાં દેખાવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં રણબીર કપૂરની સાથે શ્રદ્ધા કપૂર રોમૅન્સ કરશે. રણબીરના ડૅડીના રોલ માટે અર્જુન કપૂરે તેમને મનાવ્યા હતા.
ADVERTISEMENT
આ ફિલ્મની જ્યારે સ્ક્રિપ્ટ લખાઈ રહી હતી ત્યારે ફિલ્મની ટીમની ઇચ્છા હતી કે રણબીરના પિતાનો રોલ બોની કપૂર જેવી વ્યક્તિએ કરવો જોઈએ. એથી તેમને આ રોલ ઑફર કરવામાં આવ્યો પરંતુ તેમણે એમ કહીને ના પાડી કે તેઓ પોતાના પ્રોડક્શનના પ્રોજેક્ટ્સમાં બિઝી છે. એ વિશે બોની કપૂરે કહ્યું હતું કે ‘લવ રંજને મને આ રોલ કરવા માટે ફોર્સ કર્યો હતો. તો તેમણે અર્જુનનો સંપર્ક કર્યો. તેણે જ મને આ રોલ કરવા માટે મનાવ્યો હતો. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં ચાલી રહ્યું છે તો ટીમે મને એટલી આઝાદી આપી છે કે જ્યારે જરૂર હોય ત્યારે હું મારા પ્રોડક્શન્સ માટે દિલ્હીથી મુંબઈ પ્રવાસ કરી શકું.’

