એક્ટર વિક્રાન્ત મૅસીનું ઈન્સ્ટાગ્રામ થયું હૅક, ટ્વીટ કરીને આપી જાણકારી
વિક્રાન્ત મૅસી.. તસવીર સૌજન્ય - મિડ-ડે
છેલ્લા ઘણા દિવસોથી બૉલીવુડના ઘણા સ્ટાર્સના ઈન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા અકાઉન્ટ હૅક થવાના સમાચાર આવી રહ્યા છે. હાલમાં જ ફારાહ ખાનનું ટ્વિટર અકાઉન્ટ હૅક થયું હતું. હવે વિક્રાન્ત મૅસીનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ હૅક થઈ ગયું છે. વિક્રાન્ત મૅસીનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ આ સપ્તાહમાં બીજી વાર હૅક થયું છે. બુધવારે અભિનેતાએ પોતાના હૅક થયેલા અકાઉન્ટ વિશે ફૅન્સને જાણકારી આપતા ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેમનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ ફરીથી હૅક થઈ ગયું છે અને અકાઉન્ટથી મળનારી લિન્કને ન ખોલવાની વાત કહીં છે. વિક્રાન્તે ટ્વિટર પર લખ્યું છે, ઈન્સ્ટાગ્રામ ફરીથી હૅક થઈ ગયું ચે. કૃપા કરીને કોઈપણ લિન્ક અથવા ડીએમ (Direct Message) પર ક્લિક ન કરો. અમે એના પર કામ કરી રહ્યા છે. હાલ વિક્રાન્તનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ સપોર્ટ પેજ જેવું દેખાઈ રહ્યું છે.
Instagram hacked again. Please refrain from clicking on any link or DM‘s.
— Vikrant Massey (@masseysahib) December 30, 2020
We’re working on it. ??
ADVERTISEMENT
તેમ જ સોમવારે વિક્રાન્તે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાનું સોશિયલ મીડિયા અકાઉન્ટ હૅક થવા વિશે જણાવ્યું હતું. તેમણે લખ્યું હતું, મારું ફૅસબુક અને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ હૅક થઈ ગયું છે. કૃપા કરીને ડીએમ પર આવનારા કોઈપણ પ્રકારના કમેન્ટ અથવા મેસેજને ઈગ્નોર કરજો, અમે એના પર કામ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ ફિલ્મ નિર્માતા ફારાહ ખાનનું ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ હૅક થઈ ગયું હતું. ફારાહ પહેલા સુઝેન ખાને પણ પોતાના ફૅન્સને જણાવ્યું હતું કે તેમનું ઇન્સ્ટાગ્રામ પણ હૅક થઈ ગયું છે.
એક્ટર વિક્રાન્ત મૅસીએ વર્ષ 2004માં ટીવી સીરિયલ 'કહાં હૂ મેં' દ્વારા ડેબ્યૂ કર્યું હતું. બાદ તેમણે 'ધર્મવીર', 'બાલિકા વધૂ', 'કુબુલ હૈ' જેવી ટીવી સીરિયલમાં કામ કર્યું છે. તેમ જ તેમણે વર્ષ 2013માં આવેલી રણવીર સિંહ અને સોનાક્ષી સિન્હાની ફિલ્મ 'લૂટેરા'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું છે. બાદ તે રણવીર સિંહની ફિલ્મ 'દિલ ધડકને દો'માં નજર આવ્યા હતા. જણાવી દઈએ કે વિક્રાન્તે ચર્ચિત વેબ-સીરીઝ 'મિર્ઝાપુર' સીઝન 1માં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. હાલમાં વિક્રાન્ત દીપિકા પાદુકોણ સાથે 'છપાક' ફિલ્મમાં નજર આવ્યા હતા. આ ફિલ્મમાં તેમણે પોતાના અભિનયથી લોકોનું દિલ જીતી લીધું હતું.

