બિપાશા બાસુ અને કરણ સિંગ ગ્રોવરની દીકરી દેવીની સુંદર તસવીર શૅર કરી
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
કી હાઇલાઇટ્સ
- આલિયા-રણબીર પછી બિપાશા-કરણે દેખાડ્યો દીકરીનો ચહેરો
- લાલ ડ્રેસમાં ક્યૂટ લાગે છે દેવી
- દીકરી દેવી સાથે ક્રિસમસ પર ઝૂમી ઉઠ્યા બિપાશા અને કરણ
એક તરફ ગઈકાલે ક્રિસમસ (Christmas)ના અવસરે બૉલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) અને અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor)એ પહેલીવાર પોતાની દીકરી રાહા (Raha)નો ચહેરો દુનિયાને બતાવ્યો હતો. જે જોઈને ફૅન્સ ઓળગોળ થઈ ગયા હાત. ત્યારે જ અભિનેત્રી બિપાશા બાસુ (Bipasha Basu)એ પણ ક્રિસમસ પર પોતાની દીકરી દેવી (Devi)ની એક ક્યૂટ તસવીર શેર કરી છે. જો કે, બિપાશાએ પોતે સ્પષ્ટતા કરી છે કે તેણે આ ક્રિસમસ પર પહેલીવાર તેની પુત્રીની તસવીર શૅર કરી નથી. પરંતુ તે છ મહિના પહેલાથી સતત બાળકની ઝલક સોશ્યલ મીડિયા પર શૅર કરી રહી છે.
ક્રિસમના અવસરે બિપાશા બાસુએ સોશ્યલ મીડિયા પર શૅર કરેલી તસવીરમાં તેની દીકરી દેવીનો ચહેરો સાઈડમાંથી દેખાઈ રહ્યો છે. લાલ ડ્રેસમાં દેવી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. બિપાશા અને કરણ સિંહ ગ્રોવરની દીકરીની આ તસવીર પર ફૅન્સની સાથે સાથેઈન્ડસ્ટ્રીના મિત્રોએ પણ ઘણો પ્રેમ વરસાવ્યો છે.
ADVERTISEMENT
અહીં જુઓ બિપાશા બાસુએ શૅર કરેલી તસવીર :
View this post on Instagram
દીકરી દેવીને તસવીર શૅર કરતા બિપાશા બાસુએ કૅપ્શનમાં લાખ્યું છે કે, ‘આ ક્રિસમસ સાન્ટા પાસે એક નવી હેલ્પર છે જે તેની સાથે બધા માટે આનંદ અને પ્રેમની ભેટ લાવે છે. મેરી ક્રિસમસ.’ આ તસવીરમાં દેવી બહુ જ ક્યૂટ લાગે છે. દેવીએ ખૂબ જ સુંદર લાલ રંગનો ડ્રેસ પહેર્યો છે. મેચિંગ બો હેરબેન્ડ સાથેના સુંદર લાલ ફ્રોકમાં દેવી તો જાણે ક્યુટનેસ ઓવરલોડેડ છે. તે ક્રિસમસ ટ્રી નીચે બેઠી છે.
ક્રિસમસના એક દિવસ પહેલા પણ બિપાશા બાસૂએ ક્રિસમસ સેલિબ્રેશનનો એક વીડિયો શૅર કર્યો હતો. જેમાં દીકરી દેવી સાથે કરણ સિંહ ગ્રોવર અને બિપાશા મસ્તી કરતા જોવા મળે છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, બિપાશાએ ગયા વર્ષે નવેમ્બરમાં દીકરીને જન્મ આપ્યો હતો. બિપાશા અને કરણે વર્ષ ૨૦૧૬માં લગ્ન કર્યા હતા અને ઓગસ્ટ ૨૦૨૨માં તેમણે પોતાની પ્રેગ્નન્સીના સમાચાર સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા. જોકે, બિપાશાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેની પુત્રીના જન્મ પછી તેને ખબર પડી કે, તેના હૃદયમાં બે છિદ્ર છે અને તે વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટથી પીડિત છે. આ પછી તેણે હાર્ટ સર્જરીનો આશરો લેવો પડ્યો. અત્યારે તે હેલ્ધી અને ફિટ છે.
ક્રિસમસના અવસરે બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરની દીકરી દેવીની ક્યૂટ તસવીર જોઈને ફૅન્સ ખુશ થઈ ગયાં છે. આ પહેલા, ક્રિસમસના અવસર પર જ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પ્રથમ વખત તેમની દીકરી રાહાનો ચહેરો બતાવ્યો અને તેઓ તેને પાપારાઝીની સામે લાવ્યા હતા. રાહાને રણબીરના ખોળામાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળી હતી.