Bigg Boss 13: નવા પ્રોમોમાં સ્ટાર્સને પોતાના ઇશારા પર નચાવે છે સલમાન
સલમાન ખાન
બિગ બૉસ 13ના પહેલા પ્રોમો પછીથી બધાં જ ચાહકોનો ઉત્સાહ હજી વધી ગયો છે. પહેલા પ્રોમોમાં સલમાન ખાન સ્ટેશન માસ્ટરના લૂકમાં જોવા મળ્યો હતો. તો હવે બિગ બૉસનો બીજો પ્રોમો પણ રિલીઝ થઈ ગયો છે. આ પ્રોમોમાં સલમાન ખાન સ્ટાર્સને પોતાના ઇશારા પર નચાવે છે તે દેખાય છે. આ વીડિયોની સાથે એક કૅપ્શન પણ લખેલું છે જે આ સીઝન શરૂ થતાં પહેલા જ હાયસ્પીડ ધડાકાનો ઇશારો કરે છે.
આ વીડિયો કલર્સ ટીવીના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ દ્વારા શૅર કરવામાં આવ્યો છે. વીડિયોમાં સલમાન ખાન જિમની અંદર એક્સરસાઇઝ કરતો દેખાય છે. સલમાન સિવાય અન્ય બે સ્ટાર્સ પણ આ પ્રોમોમાં જોવા મળ્યા છે, તે છે સુરભિ જ્યોતિ અને કરણ વાહી. આ પ્રોમોની શરૂઆતમાં બતાવવામાં આવ્યું છે કે સલમાન અને સુરભિ એક્સરસાઇઝ કરે છે. પ્રોમોમાં સલમાન કહે છે કે આ વખતે સિતારાઓ ખોલશે પિટારા, કેટલાક દોડતા દોડતા કરશે પ્રેમ તો કેટલાક ચાલતાં ચાલતાં કરશે તકરાર.
ADVERTISEMENT
પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે સુરભિ જ્યોતિ અને કરણ વચ્ચે ચણભણ ચાલતી હોય છે ત્યારે જ સલમાન તેમને સ્ટૉપ કહે છે પછી ફરી સ્ટાર્ટ કહે છે. આ વીડિયો શૅર કરતાં કૅપ્શન લખ્યું છે, "હાઇ સ્પીડ ડ્રામા અને સ્ટાર્સના ગ્લેમર. બધું જ હશે આ સીઝનમાં." આ પ્રોમો શૂટના સમાચાર હાલમાં જ આવ્યા હતા. તે સમયે કરણ વાહીને પૂછવામાં આવ્યું કે તે પણ બિગ બૉસમાં આ વખતે ભાગ લે છે?
જવાબમાં કરણે કહ્યું હતું કે, "ત્રણ મહિના કોઇક ઘરમાં બંધ રહેવાનો ખ્યાલ જ મને ડરાવી દે છે. જો ક્યારેક એવું થાય તો હું ઇચ્છીશ કે હું મારા મિત્ર રવિ દુબે અને ઋત્વિક ધનજાની સાથે બિગ બૉસના ઘરે જાઉં. જો શૉ બનાવવાવાળા મારી આ શરત માની લે તો મને બિગ બૉસના મહેમાન બનવામાં કોઇ જ વાંધો નથી."
આ પણ વાંચો : પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો
'બિગ બૉસ'નો સેટ દર વખતે લોનાવલામાં હોય છે પણ આ વખતે મુંબઇની ફિલ્મ સિટીમાં બનાવવામાં આવ્યું છે. ચર્ચાઓ પ્રમાણે આ વખતે શો કોઇક એક થીમ પર આધારિત નહીં હોય. તેની સાથે જ ઘરમાં પણ બધી જ જાણીતી હસ્તીઓ દેખાશે. કેટલાક દિવસો પહેલા આઇબી ટાઇમ્સ વેબસાઇટે પોતાની રિપોર્ટમાં સાત કન્ટેસ્ટન્ટના આવવાની માહિતી આપી હતી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સાત હસ્તીઓએ બિગબૉસનો કોન્ટ્રેક્ટ સાઇન કરી લીધો છે. જેમાં મુગ્ધા ગોડસે, સિદ્ધાર્થ શુક્લા, ચંકી પાંડે, રાજપાલ યાદવ, માહિકા શર્મા, દેવોલીના ભટ્ટાચાર્જી, આદિત્ય નારાયણનું નામ પણ સામેલ છે.


