Atheist Krishna Death: તેણે નરેન્દ્ર મોદીને પણ હસાવ્યા છે. જૂની અને ફાટેલી તસ્વીરોમાં પણ પ્રાણ પૂરીને તે લોકોના ચહેરા પર સ્માઈલ લાવી શકતો હતો.
એથીસ્ટ કૃષ્ણા
મજાકિયા મીમ્સ અને ફોટો એડીટીંગ માટે જાણીતા સ્ટાર એથીસ્ટ કૃષ્ણાનું નિધન (Atheist Krishna Death) થયું છે. તેણે નરેન્દ્ર મોદીને પણ હસાવ્યા છે. જૂની અને ફાટેલી તસ્વીરોમાં પણ પ્રાણ પૂરીને તે લોકોના ચહેરા પર સ્માઈલ લાવી શકતો હતો.
હૈદરાબાદનો આ જાણીતો ડિજિટલ કન્ટેન્ટ ક્રીએટર એથીસ્ટ કૃષ્ણા ન્યુમોનિયાને અવસાન પામ્યો (Atheist Krishna Death) છે. 23 જુલાઈના રોજ તેણે અંતિમ શ્વાસ લીધા હતા. તે પોતાની રમૂજ અને દિલને ગમી જાય એવું કન્ટેન્ટ આપવા માટે ખુબ જ જાણીતો હતો. આવા લોકપ્રિય સ્ટાર કૃષ્ણાના અચાનક ચાલ્યા જવાથી તેના ચાહકોને પણ આંચકો લાગ્યો છે.
ADVERTISEMENT
એથીસ્ટ કૃષ્ણા વિષે થોડુંક
તે મૂળ ઓડિશાનો રહેવાસી હતો. પણ છેલ્લા થોડાક સમયથી તે હૈદરાબાદમાં સ્થાયી થયો હતો. તેની પાસે એવી કળા હતી કે તે લોકોના જૂના, ખરાબ થઇ ગયેલા ચિત્રોમાં પ્રાણ પૂરી શકતો હતો. આ જ કારણોસર તેણે ડિજિટલ વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. આ સ્ટાર કૃષ્ણા સોશિયલ મીડિયામાં એથીસ્ટ કૃષ્ણા તરીકે જાણીતો હતો. તે રમુજી, કટાક્ષ કરતા મીમ્સ તેમ જ એડિટ કરીને તસ્વીરો મૂકતો હતો. જેની માટે તેણે બહોળા ફોલોઅર્સ પણ બનાવ્યા હતા. ઇન્ટરનેટ પર તેણે એટલી ચાહના મેળવી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અભિનેતા અક્ષય કુમારે પણ તેની આ કળાના વખાણ કર્યા હતા. અક્ષય કુમારે તો વિડિયો-મેસેજ દ્વારા આ કન્ટેન્ટ ક્રીએટરની પ્રશંસા કરી હતી અને ત્યારે એમાં ખુલાસો કર્યો હતો કે આ સ્ટારે તો વડા પ્રધાનને હસાવ્યા હતા. વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલાં તેણે નરેન્દ્ર મોદીનો સ્ટેજ પર ડાંસ કરતો એક સ્પૂફ વીડિયો વાઈરલ કર્યો હતો. ત્યારબાદ તેની લોકપ્રિયતા વધી ગઈ હતી.
WOOOOOW!!!!
— Krishna (@Atheist_Krishna) April 24, 2019
This is the best thing that happened to me on Twitter. Thank you @akshaykumar Sir. ?? pic.twitter.com/QOtJbTh65Z
Woke up to the terrible news of @Atheist_Krishna passing away.
— tere naina (@nainaverse) July 23, 2025
He was one of the kindest people I met on this platform. On 10th July, he told me he was unwell and needs to be operated.
He caught pneumonia.
At that time, he said “it would be a miracle if I survive this.”
I… pic.twitter.com/Fmo6AJFZhW
રિપોર્ટ પ્રમાણે તે થોડા સમયથી બીમાર હતો. તે સર્જરી કરાવવાનો હતો ત્યારે તેને ન્યુમોનિયા થયો હતો.પ્ચીતેની તબિયત વધારે જ બગડતી ગઈ. અને મંગળવારે વહેલી સવારે 4:30 વાગ્યે તેણે આ દુનિયાની અલવિદા કહી (Atheist Krishna Death) દીધું. તેના અવસાનના સમાચાર એક જોડીદાર ઇન્ટરનેટ યુઝર @naynaverse દ્વારા આપવામાં આવ્યા હતા. બાદમાં તો કૃષ્ણાના પરિવારે પણ પુષ્ટિ આપી હતી. @naynaverse હેન્ડલ પર એક યુઝરે કૃષ્ણાના ભાઈ સાથેની વોટ્સએપ ચેટ્સનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. સ્ક્રીનશોટમાં કૃષ્ણાનો 10 જુલાઈના રોજ છેલ્લો મેસેજ જોઈ શકાય છે. જેમાં તેણે હોસ્પિટલમાંથી એક ફોટો મોકલ્યો હતો.
ચાહકો કૃષ્ણાના ચાલ્યા જવાથી (Atheist Krishna Death) ઊંડા આઘાતમાં છે. અનેક યુઝર્સ તેના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યાં છે. યુઝર્સ ભીની આંખે તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને તેની કળાને યાદ કરી રહ્યા છે. એ તો ચોક્કસ છે કે કૃષ્ણા હંમેશા લોકોના હૃદયમાં જીવતો રહેશે.


