લૂટકેસમાં કુણાલ ખેમુના પર્ફોર્મન્સની પ્રશંસા કરતો લેટર લખ્યો અમિતાભે
અમિતાભ બચ્ચન
‘લૂટકેસ’માં કુણાલ ખેમુનો પર્ફોર્મન્સ જોઈને અમિતાભ બચ્ચને તેને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં કુણાલના પર્ફોર્મન્સની તેમણે ભારોભાર પ્રશંસા કરી છે. અમિતાભ બચ્ચન અનેક વખત કલાકારોને તેમના પર્ફોર્મન્સની દાદ આપતા રહે છે. તેમણે લખેલો લેટર કુણાલે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ લેટરમાં કુણાલની સાથે જ ડિરેક્શન અને રાઇટિંગનાં પણ તેમણે ખૂબ વખાણ કર્યાં છે. આ લેટર મળતાં તો કુણાલની ખુશીની કોઈ સીમા નથી રહી. એથી આ લેટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કુણાલે કૅપ્શન આપી હતી કે ‘Whaaaaaaatt!!!! આ મારા માટે તો અત્યાર સુધીની સૌથી સુંદર વસ્તુ છે. હું હંમેશાંથી તેમના વિશે વાંચતો આવ્યો છું અને મારી પણ ઇચ્છા હતી કે એક દિવસ હું પણ એને મેળવવાને લાયક બનું. થૅન્ક યુ સો મચ અમિતાભ બચ્ચન સર. આ મારા માટે અમૂલ્ય છે.’

