Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ ઉંમરે અમે ગોટી કે ગિલ્લી દંડા પણ બરાબર રમી શકતા નહોતા

આ ઉંમરે અમે ગોટી કે ગિલ્લી દંડા પણ બરાબર રમી શકતા નહોતા

Published : 31 May, 2026 09:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સમયે અનેક ચાહકોએ વૈભવની ભાવુક ક્ષણોની વિડિયો-ક્લિપ્સ સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી અને તેને પ્રોત્સાહન આપતા સંદેશ પણ લખ્યા હતા.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


શુક્રવારે રાજસ્થાન રૉયલ્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ક્વૉલિફાયર 2માં ગુજરાત ટાઇટન્સ સામે હારી ગઈ હતી. આ મૅચમાં ૧૫ વર્ષીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશીના શાનદાર પ્રદર્શન છતાં રાજસ્થાન રૉયલ્સની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. આ મૅચ બાદ વૈભવ ભાવુક થઈ ગયો હતો, પણ અમિતાભ બચ્ચને પોતાના શબ્દોથી તેનું મનોબળ વધાર્યું હતું. શુક્રવારની IPL મૅચ બાદ અમિતાભે સોશ્યલ મીડિયા પર વૈભવ સૂર્યવંશીના સમર્થનમાં પોસ્ટ કરી હતી. તેમણે કહ્યું હતું, ‘સૂર્યવંશી - ૧૫ વર્ષની ઉંમરનો અદ્ભુત સૂર્ય. આ ઉંમરે તો અમે ગોટી કે ગિલ્લી દંડા પણ બરાબર રમી શકતા નહોતા.’ મૅચમાં શાનદાર ઇનિંગ્સ છતાં વૈભવની ટીમ IPLની ફાઇનલમાં ન પહોંચી શકી એટલે વૈભવ બહુ ઇમોશનલ થઈ ગયો હતો. આ સમયે અનેક ચાહકોએ વૈભવની ભાવુક ક્ષણોની વિડિયો-ક્લિપ્સ સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી અને તેને પ્રોત્સાહન આપતા સંદેશ પણ લખ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

31 May, 2026 09:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK