રણબીર અને આલિયા દીકરીને તેમનાં ગીતોની ઝલક દેખાડી રહ્યાં છે
રાહા કપૂર સાથેની આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફાઇલ તસવીર
પોતાની આગામી ફિલ્મ ‘જિગરા’ને પ્રમોટ કરતી વખતે આલિયા ભટ્ટે મીડિયા સાથે રસપ્રદ વાત કરી. તે અને રણબીર દીકરી રાહાને કઈ રીતે તેમની ફિલ્મી દુનિયાથી પરિચિત કરાવી રહ્યાં છે એની વાત આલિયાએ કરી. આલિયાએ કહ્યું કે તેમણે બે વર્ષની થવા આવેલી રાહાને તેમનાં કેટલાંક ગીતોની ઝલક દેખાડી છે અને પહેલવહેલું ગીત તેમણે જે દેખાડ્યું એ ‘કેસરિયા તેરા ઇશ્ક હૈ પિયા..’ હતું, જે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું છે. આલિયાએ કહ્યું કે રાહાએ તાજેતરમાં મારી સૌપ્રથમ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’નું મારું પહેલવહેલું ગીત ‘રાધા તેરી ચૂનરી...’ પણ જોયું હતું. રાહાએ રણબીરનું ‘બદતમીઝ દિલ...’ પણ જોયું છે, જે ‘યે જવાની હૈ દીવાની’ ફિલ્મનું છે.