આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓએ કેટકેટલી પરીક્ષાઓનો સામનો કરવો પડે છે. એકબાજુ ગ્રેડ, માર્કસ, ટકા તો બીજી બાજુએથી બાળકને ઘરમાંથી અપવામાં આવતા પ્રેશર સાથે ઝઝૂમવું પડતું હોય છે. દિવસ-રાત ઉજાગરા વેઠીને વિદ્યાર્થીઓ આવી પરીક્ષાઓ માટે તૈયારી કરતાં હોય છે. ઘણાં અધવચ્ચે થાકીને હાર માની લે છે, ઘણાં ઓછા માર્કસને કારણે નાસીપાસ થઈ જાય છે. પરીક્ષાઓને કારણે ન ભરવાના પગલાં ભરતાં હોય છે. આ બધાની બીજી બાજુ જ્યારે કોઈ અલ્પશિક્ષિત કે સામાન્ય કુટુંબમાંથી કોઈ બાળક આવી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરે તો પરિવાર, કુટુંબ અને સમાજની છાતી ગદગદ ફૂલી ઉઠે છે. તો આજે ગોરેગાંવમાં રહેતા ચરોતર રૂખી સમાજના એવા જ એક વિદ્યાર્થી હર્ષદ દીપકભાઈ સોલંકીની વાત કરવી છે. તેણે તાજેતરમાં જ સી. એ. ફાઈનલની પરીક્ષા પાસ કરી છે. હર્ષદ દીપક સોલંકીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાની આ સફળતા વિશે મનની વાત રજૂ કરી હતી.
11 July, 2023 03:50 IST | Mumbai | Dharmik Parmar