21 વર્ષ પછી ગંગુબાઇ કાઠિયાવાડીમાં સાથે આવશે અજય અને સંજય લીલા ભણસાલી
તસવીર સૌજન્ય મિડ-ડે
અભિનેત્રી આલિયા ભટ્ટની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીનું ટીઝર 24 ફેબ્રુઆરીના રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાં આલિયાના પાત્રના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. ફિલ્મ 30 જુલાઇના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ માફિયા ક્વીન ગંગુબાઇ કાઠિયાવાડીનું પાત્ર ભજવશે. હવે નવા રિપોર્ટ્સ પ્રમાણે ફિલ્મમાં અજય દેવગન પણ મુખ્ય રોલ ભજવતો જોવા મળશે.
ફિલ્મમાં અજય દેવગનનો ખાસ રોલ
પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે, અજયના સીન માટે એક મોટો સેટ ક્રિએટ કરવામાં આવશે. અજયના રોલ વિશે વાત કરતા સોર્સે કહ્યું, ફિલ્મમાં અજય દેવગનનો રોલ મહત્વપૂર્ણ હશે. ફિલ્મમાં આ રોલ પાવરફલ અને ઇમ્પેક્ટફુલ કેરેક્ટર્સમાંનો એક હશે. અજય દેવગનના રોલ વગર ગંગૂબાઇની જર્ની પૂરી થઈ શકશે નહીં. અજય અને આલિયા વચ્ચે જબરજસ્ત કેમિસ્ટ્રી જોવા મળશે.
ADVERTISEMENT
View this post on Instagram
આગળ કહેવામાં આવ્યું છે કે, અજય જે રોલ કરવા જઇ રહ્યો છે તે રોલ કરવા માટે એખ વિશ્વસનીય એક્ટરની જરૂર છે જેની પોતાની એક સુપરસ્ટાર વાળી ઓરા હોય. આ માટે અજય દેવગન સિવાય અન્ય કોઇ એક્ટર બહેતર ન હોઇ શકે.
21 વર્ષ પછી સાથે આવી રહ્યા છે અજય અને સંજય
જણાવવાનું કે અજય અને સંજયે 1999માં આવેલી હિટ ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમમાં એકસાથે કામ કર્યું હતું ત્યાર બાદ બન્ને 21 વર્ષ પછી હવે સાથે આ ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યા છે.

