ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ શરૂ કર્યું અજય દેવગને
સંજય લીલા ભણસાલી અને અજય દેવગન
અજય દેવગને હાલમાં સંજય લીલા ભણસાલીની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું શૂટિંગ શરૂ કર્યું છે. કામાઠીપુરામાં ૧૯૬૦ના દાયકામાં ગંગુબાઈને ખૂબ પ્રેમ અને રિસ્પેક્ટ આપવામાં આવતાં હતાં તેમ જ તે ખૂબ પાવરફુલ હતી. તેનું પાત્ર આલિયા ભટ્ટ ભજવી રહી છે. ‘હમ દિલ દે ચુકે સનમ’નાં બાવીસ વર્ષ બાદ સંજય લીલા ભણસાલી અને અજય દેવગન ફરી સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ દ્વારા અજય અને આલિયા પહેલી વાર સાથે કામ કરશે. ફિલ્મમાં અજય દેવગન ખૂબ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. સંજય લીલા ભણસાલી અને અજય દેવગનનો ફોટો ભણસાલી પ્રોડક્શન હાઉસ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવ્યો હતો.

