બૉલીવુડના ડિરેક્ટર સંજય લીલા ભણસાલીનો ચાહકવર્ગ ઘણો મોટો છે અને તેઓ આતુરતાથી તેમના આગામી પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા હોય છે. તેમની આગામી ફિલ્મ છે ‘લવ ઍન્ડ વૉર’. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ સાથે કામ કરી રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલું ફિલ્મનું પોસ્ટર
બૉલીવુડના ડિરેક્ટર સંજય લીલા ભણસાલીનો ચાહકવર્ગ ઘણો મોટો છે અને તેઓ આતુરતાથી તેમના આગામી પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા હોય છે. તેમની આગામી ફિલ્મ છે ‘લવ ઍન્ડ વૉર’. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ સાથે કામ કરી રહ્યાં છે જેના કારણે આ સ્ટાર્સના ફૅન્સ પણ ફિલ્મની તમામ અપડેટ્સ પર નજર રાખીને બેઠા હોય છે. હાલમાં આ ફિલ્મનું એક પોસ્ટર સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યું છે. જોકે તપાસ કરતાં ખબર પડી છે કે ફિલ્મનું આ વાઇરલ થયેલું પોસ્ટર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી જનરેટ કરવામાં આવ્યું છે.

