સંગીતજગતમાંથી પણ આવી શકે છે આવા સમાચાર : સોનૂ નિગમ
સોનૂ નિગમ
સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ઘણાં બોલીવુડ કલાકારો સામે આવી રહ્યા છે અને નવા નવા ખુલાસા કરી રહ્યા છે. હવે જાણીતા સિંગર સોનૂ નિગમે એક વીડિયો પોસ્ટ કરીને બોલીવુડના સિંગર્સ વિશે પણ વાતો કરી છે અને નામ લીધા વગર ઘણાં લોકો પર નિશાન સાધ્યો છે. તેના કહ્યા પ્રમાણે ભવિષ્યમાં મ્યૂઝિક ઇન્ડસ્ટ્કીમાંથી પણ તમે આવા દુઃખદ સમાચાર સાંભળી શકો છો. કારણકે હાલ સિંગર્સ પણ ખૂબ જ મુશ્કેલીમાં છે. તેણે નામ લીધા વગર જ બે લોકો પર હુમલો કર્યો છે અને ભારત-ચીન સીમા વિવાદ પર પણ વાત કરી છે.
સોનૂ નિગમે વીડિયોની શરૂઆતમાં કહ્યું કે, "હાલ ભારત અનેક પ્રકારના પ્રેશરમાંથી પસાર થઈ રહ્યું છે. એક તો સુશાંત સિંહ રાજપૂત"ના નિધનથી મેન્ટલ અને ઇમોશનલ પ્રેશર. દુઃખ થાય એ પણ સ્વાભાવિક છે. કારણકે આપણી સામે જ એક જવાન ઝિંદગી જતી જોઇ છે. કોઇક ખૂબ જ નિષ્ઠુર હશે જે આનાથી પ્રભાવિત ન હોય. આ સિવાય ભારત-ચીન વચ્ચે જે થઈ રહ્યું છે તેમાં ભારતના 20 જવાન શહીદ થઈ ગયા. હું પણ એક ભારતીય છું અને તેનાથી પણ વધારે મનુષ્ય છું. મને બન્ને બાબતોથી ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે.
ADVERTISEMENT
સોનૂ નિગમે ત્યાર બાદ કહ્યું કે, સુશાંત અભિનેતા હતો અને તે ગુજરી ગયો છે. આજે એક અભિનેતાનું નિધન થયું છે ભવિષ્યમાં તમે સંગીતજગતમાંથી પણ આવા સમાચાર સાંભળી શકો છો.
પોતાના વિશે વાત કરતાં સોનુ નિગમ કહે છે કે હું નાની ઉંમરમાં જોડાયો એટલે હું ખુશ નસીબ છું પણ ઘણાં એવા લોકો છે જે આજે સંગીત જગતમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મારી સાથે પણ એવું વર્તન કરવામાં આવ્યું છે. મારા ગીતો મારી પાસેથી ગવડાવીને ડબ કરવામાં આવ્યા છે. તેમ છતાં મારો સમય નીકળી ગયો છે પણ જે નવી પેઢી છે તેની અંદર જે ટેલેન્ટ છે તેની કદર કરો...
આમ સોનુ નિગમે મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીના બે લોકો પર નામ ન લેતાં સીધો નિશાનો સાધ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે સોનૂ નિગમે નામ લીધા વગર જ સલમાન ખાન પર આ નિશાન સાધ્યો છે.


