અભય દેઓલે પર્સનલ લાઇફ વિશે ખુલાસો કરતાં કહ્યું કે હું વસ્તી વધારવામાં યોગદાન નથી આપવા માગતો
અભય દેઓલ
હાલમાં અભય દેઓલે એક ઇન્ટરવ્યુમાં પોતાની પર્સનલ લાઇફ વિશે ખુલાસો કરતાં કહ્યું હતું કે હું પિતા બનવા નથી માગતો અને પૃથ્વીની વધતી જતી વસ્તીમાં યોગદાન આપવા નથી માગતો. આ ઇન્ટરવ્યુમાં અભયે પિતૃત્વ વિશેના તેના વિચારો જણાવતાં કહ્યું હતું કે ‘મને બાળકો નથી જોઈતાં. જો મને પેરન્ટિંગનો અનુભવ લેવાની ઇચ્છા થશે તો હું દત્તક લઈશ, પોતાનાં સંતાનો નહીં ઇચ્છું. હું વિશ્વ તરફ જોઉં છું અને વિચારું છું કે આમાં બાળકને લાવવાનો વિચાર અયોગ્ય છે. હાલમાં પૃથ્વી વસ્તીવધારાને કારણે પહેલેથી જ અસહ્ય દબાણમાં છે અને હું એમાં યોગદાન આપવા નથી માગતો. મને ડર છે કે જો મારું બાળક હશે તો હું કન્ટ્રોલિંગ અને પઝેસિવ બની જઈશ. હું મારો મૂળ સ્વભાવ ગુમાવીશ અને હંમેશાં તાણમાં રહીશ.’
