સની દેઓલની ‘ગદર 2’ ૫૦૦ કરોડની ક્લબમાં પહોંચી ગઈ હોવાથી શનિવારે રાતે મુંબઈમાં ગ્રૅન્ડ સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં સની દેઓલ અને અનિલ શર્માની ફૅમિલી સાથે બૉલીવુડની મોટા ભાગની હસ્તી હાજર હતી. શાહરુખ ખાન અને સની દેઓલ આ પાર્ટીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પાર્ટીમાં સલમાન ખાન, આમિર ખાન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી, શિલ્પા શેટ્ટી કુન્દ્રા, રકુલ પ્રીત સિંહ અને જૅકી ભગનાણી, સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન, સલમાન ખાન, અર્જુન કપૂર, વરુણ ધવન, સુનીલ શેટ્ટી, ભૂષણ કુમાર, અનુપમ ખેર, અનિલ કપૂર, શાહિદ કપૂર, અજય દેવગન, જૅકી શ્રોફ, અભિષેક બચ્ચન, ક્રિતી સૅનન, સંજય દત્ત અને તબુ સહિત પણ ઘણી સેલિબ્રિટીઝ હાજર હતી.
04 September, 2023 02:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent