Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રામાયણમાંથી કૈકેયી અને મંથરાની ઝલક આવી સામે

રામાયણમાંથી કૈકેયી અને મંથરાની ઝલક આવી સામે

Published : 11 October, 2026 12:19 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાજેતરમાં ફિલ્મમાંથી રાજા દશરથનું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું. હવે નિર્માતાઓએ રાણી કૈકેયી અને મંથરાનાં પાત્રોની ઝલક પણ રજૂ કરી છે

 રાણી કૈકેયી અને મંથરાનાં પાત્રોની ઝલક

રાણી કૈકેયી અને મંથરાનાં પાત્રોની ઝલક


નિતેશ તિવારીના ડિરેક્શનમાં બની રહેલી રણબીર કપૂરની ‘રામાયણ’ને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. તાજેતરમાં ફિલ્મમાંથી રાજા દશરથનું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું. હવે નિર્માતાઓએ રાણી કૈકેયી અને મંથરાનાં પાત્રોની ઝલક પણ રજૂ કરી છે. ફિલ્મમાં લારા દત્તા રાણી કૈકેયીની ભૂમિકામાં જ્યારે મંથરાના પાત્રમાં શીબા ચઢ્ઢા જોવા મળશે.
ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રાએ સોશ્યલ મીડિયા પર બન્ને અભિનેત્રીઓનાં પાત્રનાં પોસ્ટર શૅર કરીને તેમના લુક પરથી પડદો હટાવ્યો છે. આ બન્ને પાત્રો રામાયણની કથામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને તેમની ઇચ્છાઓ તથા નિર્ણયો ભગવાન રામના જીવનની દિશા બદલી નાખે છે.

જાહેર કરવામાં આવેલા પોસ્ટરમાં લારા દત્તા રાણી કૈકેયીના શાહી અવતારમાં જોવા મળે છે. તેણે પરંપરાગત પોશાક અને આભૂષણો ધારણ કર્યાં છે. તેનો લુક અયોધ્યાની રાણીના ગૌરવ અને શાહી ઠાઠને દર્શાવે છે. બીજી તરફ શીબા ચઢ્ઢાનો મંથરાના પાત્રનો લુક એકદમ અલગ છે. મંથરાનું પાત્ર ફિલ્મની કથામાં અત્યંત મહત્ત્વનું છે કારણ કે તેની વાતો અને ચાલાકી કૈકેયીના નિર્ણયને પ્રભાવિત કરે છે.



મહારાષ્ટ્રમાં દુષ્કાળના પગલે રામાયણનો રામટેકમાં યોજાનારો કાર્યક્રમ પોસ્ટપોન


રણબીર કપૂર, સાઈ પલ્લવી, યશ અને રવિ દુબેની ‘રામાયણ’ આ વર્ષે દિવાળીના અવસરે રિલીઝ થવાની છે અને એનું પ્રમોશન પણ શરૂ થઈ ગયું છે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મનું એક ગીત નવરાત્રિના પ્રથમ દિવસે મહારાષ્ટ્રના રામટેકમાં યોજાનારા એક કાર્યક્રમમાં રિલીઝ થવાનું હતું. આ કાર્યક્રમમાં રણબીર કપૂર, સાઈ પલ્લવી અને રવિ દુબે સહિત ફિલ્મની ટીમના સભ્યો સામેલ થવાના હતા. જોકે હવે આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે.

આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હોવાની પુષ્ટિ વિધાનસભ્ય આશિષ જાયસવાલે સોશ્યલ મીડિયા પર કરી હતી. તેમણે એક વિડિયો શૅર કરીને કહ્યું હતું કે ‘અમે આપ સૌને જણાવવા માગીએ છીએ કે ‘રામાયણ’ ફિલ્મની સમગ્ર ટીમ સાથે ૧૧ ઑક્ટોબરે યોજાનારો કાર્યક્રમ પોસ્ટપોન કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં રણબીર કપૂર, સાઈ પલ્લવી અને ફિલ્મની અન્ય કલાકારમંડળી સામેલ થવાની હતી. આ કાર્યક્રમનો હેતુ રામટેકના મહત્ત્વને ઉજાગર કરવાનો હતો. આ એ પવિત્ર સ્થળ છે જ્યાં ભગવાન શ્રીરામનાં ચરણ પડ્યાં હતાં. મહારાષ્ટ્ર હાલમાં ગંભીર દુષ્કાળનો સામનો કરી રહ્યું છે અને ખેડૂતોને મદદ કરવી મારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આથી મેં ફિલ્મની ટીમ સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. ફિલ્મની ટીમે પણ ખેડૂતોને મદદ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2026 12:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK