એ ફિલ્મને સુદીપ્તો સેન ડિરેક્ટ કરશે. ફિલ્મનું નામ ‘સહારાશ્રી’ રાખવામાં આવ્યું છે. હવે એવું જાણવા મળ્યું છે કે સુબ્રત રૉયની ભૂમિકા અનિલ કપૂર ભજવે એવી શક્યતા છે.
અનિલ કપૂર
સહારા ગ્રુપના સર્વેસર્વા એવા સુબ્રત રૉયની બાયોપિક બનવાની છે. તેમનું તાજેતરમાં જ અવસાન થયું છે. આ વર્ષે તેમના ૭૫મા બર્થ-ડે નિમિત્તે તેમની બાયોપિક બનાવવાની જાહેરાત પ્રોડ્યુસર સંદીપ સિંહ અને જયંતીલાલ ગડાએ કરી હતી. એ ફિલ્મને સુદીપ્તો સેન ડિરેક્ટ કરશે. ફિલ્મનું નામ ‘સહારાશ્રી’ રાખવામાં આવ્યું છે. હવે એવું જાણવા મળ્યું છે કે સુબ્રત રૉયની ભૂમિકા અનિલ કપૂર ભજવે એવી શક્યતા છે. જોકે હજી સુધી કાંઈ નક્કી નથી કરવામાં આવ્યું, કેમ કે સુબ્રત રૉયની વિવાદિત લાઇફને જોતાં અનિલ કપૂરે કોઈ નિર્ણય નથી લીધો. ફિલ્મના કલાકારો વિશે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

