નુસરત ભરુચાના ગ્લેમરસ હાઇ સ્લિટ ગાઉન પર મધુરિમા તુલીનું રિએક્શન
નુસરત ભરૂચા
ફિલ્મ અભિનેત્રી નુસરત ભરૂચાની હાઇ-સ્લિટ બૉટલ ગ્રીન ડ્રેસ પર હવે મધુરિમા તુલીએ રિએક્ટ કર્યું છે. નુસરત ભરૂચાની આ ડ્રેસ માટે કેટલાક લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી અને ઘણાં લોકોને તેના ખૂબ જ વખાણ પણ કર્યા હતા. હવે આ બાબતે મધુરિમા તુલીએ પણ પોતાની વાત રજૂ કરી છે. રેડ કાર્પેટ પર ઘણીવાર બોલીવુડ એક્ટ્રેસ પોતાના બોલ્ડ આઉટફિટ્સમાં વૉક કરતી દેખાય છે.
સમય સાથે રેડ કારપેટ પણ ગ્લેમરસ થઈ ગયો છે. પ્રિયંકા ચોપડા જોનાસના ગ્રેમી ડ્રેસ પછી નુસરત ભરૂચા પોતાના હાઇ સ્લિટ ગાઉન માટે ચર્ચામાં છે. નુસરતને તેના સાહસપૂર્ણ પગલાં માટે લોકોએ તેના ખૂબ જ વખાણ કર્યા હતા. હવે બિગ બૉસ 13ની એક્સ કોન્ટેસ્ટન્ટ મધુરિમા તુલીએ નુસરત ભરૂચાના પગલાના વખાણ કર્યા છે અને તેની હિંમતને સલામ કરે છે.
ADVERTISEMENT
તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં મધુરિમાને પૂછવામાં આવ્યું કે શું તે ક્યારેય રેડ કાર્પેટ પર પ્રિયંકા અને નુસરત જેવા ડ્રેસ પહેરવાની હિંમત કરશે. આ બાબતે મધુરિમાએ સ્પૉટબૉયને કહ્યું કે તે આવા બોલ્ડ આઉટફિટ પહેરવા માટે અંદરથી કૉન્ફિડેન્સ ઇચ્છે છે અને આ ગ્રેસ સાથે કેરી કરવા માગે છે.
ચંદ્રકાંતાની એક્ટ્રેસ મધુરિમાએ નુસરતના હાઇ-સ્લિટની પ્રશંસા કરી અને કહ્યું, "નુસરત અને પ્રિયંકા બન્નેએ જે પહેર્યું હતું. તેમાં તે બન્ને ખૂબ જ સુંદર દેખાઇ રહી હતી. તમને કંઇક એવું કરવા માટે આત્મવિશ્વાસની ખૂબ જ જરૂર હોય છે. આ સિવાય તમને ખૂબ જ સ્ટ્રૉન્ગ થવાની જરૂર હોય છે કારણકે તમે જાણો છો કે આ પહેરવા માટે તમને ટ્રોલ પણ કરવામાં આવી શકે છે અને પચી પણ તમારે આ કરવું પડશે."
નુસરત પોતાના ગાઉનમાં શાનદાર લાગી રહી હતી. રેડ કાર્પેટ વિશે થોડી વધુ વાત કરતા મધુરિમાએ કહ્યું કે જ્યારે તેને રેડ કાર્પેટ લૂક્સની વાત આવે છે તો તે સેફ કપડા પહેરવાનું પસંદ કરે છે.

