આ લેખ વાંચો અને તે મુજબ તમારા દિવસ અને અઠવાડિયાની યોજના બનાવો.
પ્રતિકાત્મક તસવીર
આજે શું કરશો?
ઉપજ : મ્યુઝિકલ શો
ADVERTISEMENT

ઇન્ફિનિટી ઇવેન્ટ્સ ઇન્ડિયા અને ટિમ્બર વર્લ્ડ સ્ટુડિયોના સહયોગથી વેરી સ્પાઇક ઇવેન્ટ્સ ઉપજ નામનો કાર્યક્રમ લઈ આવ્યા છે. એમાં તૌફીક કુરેશી, કૌશિકી ચક્રવર્તી, વિજય પ્રકાશ અને ઓજસ અઢિયા જેવા વિવિધ આર્ટિસ્ટો મળીને દરેક જૉનર અને સ્ટાઇલના મ્યુઝિકનું સંયોજન છે. ઇન્ડિયન ક્લાસિકલ, સાઉથ, ફ્યુઝન, કન્ટેમ્પરરી મ્યુઝિકનું યુનિક કૉમ્બિનેશન આ કાર્યક્રમમાં થશે.
ક્યારે?: ૩ ડિસેમ્બર
સમયઃ સાંજે ૬.૩૦ વાગ્યાથી
ક્યાં?: ષણ્મુખાનંદ હૉલ
કિંમતઃ ૫૦૦ રૂપિયાથી શરૂ
રજિસ્ટ્રેશનઃ bookmyshow
જિસ લાહોર નહીં દેખ્યા

દેશના ભાગલા વખતે બે કમ્યુનિટીએ કેટલો કપરો સમય જોયો અને એ પછી પણ તેઓ ધિક્કારને બદલે માનવતાના બળે ફરી ઊભા થયા એની કહાણી આ પ્લેમાં છે. રાજકારણીઓના મેલા ઉદ્દેશોની સામે ભાઈચારો રાખવામાં આવે તો સામાન્ય માણસોના જીવનમાં કેટલો બદલાવ આવી શકે છે એની વાત અહીં છે. હિન્દીમાં રજૂ થનારા આ પ્લેમાં આજના સમયની સમસ્યાનું પ્રતિબિંબ જોવા મળે છે.
ક્યારે?: ૩ ડિસેમ્બર
સમયઃ સાંજે ૬.૩૦ વાગ્યાથી
ક્યાં?: એક્સપરિમેન્ટલ થિયેટર, એનસીપીએ
કિંમતઃ ૩૬૦ થી ૭૦૦ રૂપિયા
રજિસ્ટ્રેશનઃ ncpamumbai.com
નેક્સ્ટ વીકમાં શું કરશો?
પર્વતથી પરમ સુધી
વિશ્વ પર્વત દિવસ નિમિત્તે મહારાષ્ટ્રના સૌથી ઊંચા કળસુબાઈ શિખરના સાંનિધ્યમાં પર્વતથી પરમ સુધી વિષય પર ગોષ્ઠિનું આયોજન છે. એના સૂત્રધાર છે હિમાંશુ પ્રેમ અને સંજય પંડ્યા. પરિકલ્પના હિતેન આનંદપરાની છે. સફરમાં સહાયક હશે તરુણ પટેલ અને મહેશ પરમાર. આ સફરમાં માત્ર ૨૦થી ૨૫ જણને જ લેવાના છે અને એ માટે શારીરિક સજ્જતા જરૂરી છે. ગૂગલ ફૉર્મ ભરવું જરૂરી છે.
ક્યારે? : ૧૦ ડિસેમ્બર
સમયઃ સવારે ૫થી રાતે ૧૦
સ્થળઃ બારી ગામ બેઝ કૅમ્પ, કળસુબાઈ શિખર
પ્રવેશ ઃ ફ્રી
વધુ માહિતી માટેઃ
૦૨૨-૨૨૬૭૨૫૩૯
રામ-લક્ષ્મણ પટ્ટચિત્ર
ભગવાન રામની ભક્ત શબરી જે પ્રેમભાવથી રામની રાહ જોતી હતી અને જ્યારે રામનાં દર્શન થયાં ત્યારે તેણે જે ભક્તિભાવથી બોર ખવડાવ્યાં એ ઘટના રામાયણમાં અનેક દૃષ્ટિકોણોથી સમજાવાય છે. નૅશનલ અવૉર્ડી ભાસ્કર મોહાપાત્રા પાસેથી આ ઘટનાનું પટ્ટચિત્ર સ્ટાઇલમાં ચિત્રણ કરતાં શીખવવામાં આવશે. બાર બાય ૧૭ ઇંચના કૅન્વસ પર આ ચિત્રણ કરવા જરૂરી પ્રી-વર્ક પ્રોવાઇડ કરવામાં આવશે.
ક્યારે?ઃ ૪થી ૧૫ ડિસેમ્બર
સમયઃ સાંજે ૬થી ૭.૧૫
ક્યાં?ઃ ઑનલાઇન ઝૂમ પર લાઇવ
કિંમતઃ ૧૪૪૦ રૂપિયા (બેસિક સ્કેચ ગ્રિડ સાથે)
રજિસ્ટ્રેશનઃ @catterfly_art
ડૉક્ટર્સ આર્ટ શો

વ્યવસાયે ડૉક્ટર હોય એવા લોકોની અંદરના કલાકારને જગાડવાનું અને એ કળાને લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે દીપકલા ફાઉન્ડેશને. મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાતના પ્રોફેશનલ ડૉક્ટરોએ તૈયાર કરેલાં પેઇન્ટિંગ્સ, ઑઇલ અને ઍક્રિલિક પેઇન્ટિંગ, આર્ટિફેક્ટ્સ, શિલ્પકલા અને ફોટોગ્રાફી જેવી ચીજોનું એક્ઝિબિશન થઈ રહ્યું છે. એક્ઝિબિશનમાં ૪૦૦ જેટલા નમૂના રજૂ થયા છે. એના વેચાણનો ચોક્કસ હિસ્સો ચૅરિટી માટે વપરાવાનો છે.
ક્યારે?ઃ ૫થી ૧૧ ડિસેમ્બર
ક્યાં?ઃ નેહરુ સેન્ટર, ડૉ. ઍની બેસન્ટ રોડ, વરલી
સમયઃ ૧૦થી ૮
એન્ટ્રીઃ ફ્રી
મિની ચારપાઈ વીવિંગ વર્કશૉપ
ખાટલો હવે ફરીથી ચલણમાં આવે તો નવાઈ નથી. જોકે મુંબઈ શહેરમાં મોટા ખાટલા નહીં પણ નાનકડી ચારપાઈ સીટ પણ રાખીએ તોય વાંધો નહીં. આ સીટની ગૂંથણી કઈ રીતે કરવી એ શીખવું હોય તો તૈયાર થઈ જાઓ આ નેક્સ્ટ વીક-એન્ડમાં વર્કશૉપ માટે. સિરોહી દ્વારા પહેલાંના જમાનામાં કઈ રીતે ક્રાફ્ટવર્ક કરવામાં આવતું હતું એનાં સીક્રેટ્સ શીખવીને નાનકડી ચારપાઈ બનાવતાં શીખવાશે.
ક્યારે?ઃ ૯ ડિસેમ્બર
સમયઃ ૧૧.૩૦ સવારે
ક્યાં?ઃ પ્લાન્ટ ૧૪, ગોદરેજ ઍન્ડ બૉય્સ કૅમ્પસ
કિંમતઃ ૧૨૫૦ રૂપિયા
રજિસ્ટરેશનઃ bookmyshow


