ગોલ્ડન મંત્ર : ફિટનેસ એ માત્ર શરીર સાથે સંકળાયેલી બાબત નથી, બૉડી કે ફિગર સાથે સંકળાયેલી બાબત નથી. બૉડી વર્કઆઉટ સાથે મનની એક્સરસાઇઝનું વર્કઆઉટ પણ કરવું જોઈએ અને એમાં ગોટાળો થયો એટલે સંપૂર્ણ હેલ્થમાં ગોટાળો સમજજો.
ફિટનેસ ફંડા
નેહા જોશી
હિન્દી, મરાઠી અને ગુજરાતી ફિલ્મમાં પણ કામ કરી ચૂકેલી ઍક્ટ્રેસ નેહા જોશી ફિટનેસ માટે આ નિયમ તેના પિતાજી પાસેથી શીખી છે. અત્યારે ‘દૂસરી માં’ નામની સિરિયલમાં લીડ કિરદાર ભજવી રહેલી આ અભિનેત્રી કહે છે કે ફિટનેસ એટલે મન, બુદ્ધિ અને શરીર એમ ત્રણેયથી સ્વસ્થ રહેવું
ADVERTISEMENT
આ પણ વાંચો: પાતળા એટલે ફિટ અને જાડા એટલે અનફિટ એ માનસિકતા છોડી દો
લૉકડાઉન ઇફેક્ટ | વર્કઆઉટની વાતથી આમ મને કંટાળો આવતો. જોકે લૉકડાઉનમાં જ્યારે કંઈ જ કરવા માટે નહોતું અને બધા જ ઘરે બેઠા હતા ત્યારે ફિઝિકલી હવે કંઈ નહીં કરું તો ગાંડી થઈ જઈશ એવું લાગતું હતું અને એમાં જ મેં પાવર યોગ શરૂ કર્યા. લગભગ દોઢ વર્ષ એક પણ દિવસનો બ્રેક લીધા વિના લાગલગાટ કર્યા અને એનું એ પરિણામ આવ્યું કે બૉડીમાં ચેન્જ બાકાયદા દેખાવા માંડ્યો. સમજણ પડવા માંડી કે હા, ફિટનેસ ઍક્ટિવિટીની પૉઝિટિવ અસર શું હોય છે. જોકે પાછું શુટિંગ ચાલુ થયું અને રૂટીનમાં બ્રેક લાગવા માંડ્યો. પણ આ ઑનલાઇન ક્લાસે મારી લાઇફ બદલી નાખી. હું માનું છું કે જ્યારે તમે ખૂબ થાકેલા હો ત્યારે પણ શરીરને થોડાક એક્સ્ટ્રા ટાસ્ક સર્વ કરવામાં આવે તો એને બાખૂબી નિભાવી શકે. પાવર યોગે એ સ્ટ્રેંગ્થ, સ્ટૅમિના, એન્ડ્યૉરન્સ અને એનર્જેટિક લેવલ ઊભું કરી આપ્યું. મારા એ ટીચર પણ એવા ફૅન્ટૅસ્ટિક હતા કે તેમણે ઑનલાઇન પણ અમારો ઇન્ટરેસ્ટ જાળવી રાખ્યો.