Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > સેન્સેક્સ-નિફ્ટી નેગેટિવ બાયસ સાથે ફ્લૅટ પણ રોકડું ને બ્રૉડર માર્કેટ ઢીલુંઢફ

સેન્સેક્સ-નિફ્ટી નેગેટિવ બાયસ સાથે ફ્લૅટ પણ રોકડું ને બ્રૉડર માર્કેટ ઢીલુંઢફ

Published : 19 February, 2025 07:48 AM | Modified : 21 February, 2025 06:57 AM | IST | Mumbai
Anil Patel

એબીબી ઇન્ડિયા નફામાં વધારાનો ઊભરો દાખવી ઢીલી પડી ગઈ : કોઠારી પ્રોડક્ટ્સ બોનસ બાદ થતાં તેજીની સર્કિટે બંધ : જેન ટેક્નૉલૉજીઝ વધુ એક નીચલી સર્કિટમાં, જિલેટમાં ૭૬૭ રૂપિયાની તેજી

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માર્કેટ મૂડ

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર


એસીસી, એલઆઇસી, ભેલ, ભારત અર્થ મૂવર્સ, ઇરકોન, કોલગેટ, ઓલા ઇલેક્ટ્રિક, બિરલા કૉર્પ, એયુ બૅન્ક, કર્ણાટકા બૅન્ક, ડીસીબી બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, મહિન્દ્ર લાઇફ, ઇન્ટલેક્ટ ડિઝાઇન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફ્રા, નેટવર્ક-૧૮, તાતા ટેલિ, તાતા કેમિકલ્સ સહિત ૭૮૭ શૅર નવા નીચા તળિયે : એબીબી ઇન્ડિયા નફામાં વધારાનો ઊભરો દાખવી ઢીલી પડી ગઈ : કોઠારી પ્રોડક્ટ્સ બોનસ બાદ થતાં તેજીની સર્કિટે બંધ : જેન ટેક્નૉલૉજીઝ વધુ એક નીચલી સર્કિટમાં, જિલેટમાં ૭૬૭ રૂપિયાની તેજી : BSEનું માર્કેટકૅપ ૧૪ મે પછી પ્રથમ વાર ૪૦૦ લાખ કરોડ રૂપિયાની અંદર 


દિવસ દરમ્યાન રોલર કોસ્ટર રાઇડ્સના તાલમાં ઉપર-નીચે, નીચે-ઉપર થયા પછી મંગળવારે બજાર નહીંવત્ ઘટ્યું છે. સેન્સક્સ આગલા બંધથી સહેજ ઉપર, ૭૬,૦૭૪ નજીક ખૂલી ઉપરમાં ૭૬,૦૯૧ તથા નીચામાં ૭૫,૫૩૧ બતાવી અંતે ૨૯ પૉઇન્ટ ઘટીને ૭૫,૯૬૭ બંધ થયો છે. નિફ્ટી ૧૪ પૉઇન્ટ ઘટી ૨૨,૯૪૫ હતો. સેન્સેક્સ નિફ્ટીના નામપૂરતા ઘટાડા સામે સ્મૉલકૅપ બેન્ચમાર્ક પોણાબે ટકા, ટેલિકૉમ ઇન્ડેક્સ એક ટકો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સવા ટકો, પીએસયુ ઇન્ડેક્સ દોઢ ટકા, નિફ્ટી FMCG ૦.૯ ટકો, નિફ્ટી ફાર્મા ઑટો તથા પીએસયુ બૅન્ક નિફ્ટી અડધો ટકો ડાઉન હતા. સામે ઑઇલ-ગૅસ, પાવર, યુટિલિટીઝ, આઇટી ઇન્ડેક્સ અડધો-પોણો ટકો અપ હતા. માર્કેટ બ્રેડ્થમાં રાબેતા મુજબ મોકાણ હતી. NSE ખાતે ૭૨૨ શૅર વધ્યા હતા સામે ૨૧૨૭ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૨.૨૮ લાખ કરોડ ગગડી હવે ૨૯૮.૧૧ લાખ કરોડે આવી ગયું છે. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરની નરમાઈ વચ્ચે ૧૭૧ પૉઇન્ટ જેવો સામાન્ય ઘટ્યો છે. BSE ખાતે ગઈ કાલે કુલ ૭૮૭ જાતોમાં એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવા નીચાં બૉટમ બન્યાં છે. એસીસી, આલોક ઇન્ડસ્ટ્રીઝ, અમૃતાંજન, આંધ્ર શુગર, એન્ડ્રુયેલ, અરવિંદ ફૅશન્સ, એસ્ટેક લાઇફ સાયન્સ, અતુલ ઑટો, એયુ બૅન્ક, બજાજ હિન્દુસ્તાન, બજાજ કન્ઝ્યુમર્સ, ભારત અર્થ મૂવર્સ, ભેલ, બિરલા કૉર્પ, બીપીએલ, સેન્ટ્રલ બૅન્ક, કાર્બોરેન્ડમ યુનિ, સેરા સેનિટરી, કોલગેટ, ડેટા પેટર્ન્સ, ડીબી રિયલ્ટી, ડીસીબી બૅન્ક, ડેન નેટવર્ક, ડીશ ટીવી, ડ્રોનાચાર્ય, ઇક્વિટાસ બૅન્ક, એવરેડી ઇન્ડસ્ટ્રીઝ, ફીનો પેમેન્ટ બૅન્ક, ફ્લૅર રાઇટિંગ, ગાંધાર ઑઇલ, જીઆઇસી હાઉસિંગ, જીએમડીસી, ગોવા કાર્બન, ગોદરેજ કન્ઝ્યુમર, ગુડયર, હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન્સ, HCL ઇન્ફો, હેરમ્બા ઇન્ડ, હિન્દુસ્તાન કૉપર, હનીવેલ ઑટો, ઇન્ફી બીમ, ઇન્ટલેક્ટ ડિઝાઇન, આઇઓબી, ઇકોન ઇન્ટર, આઇઆરસીટીસી, આઇટીડીસી, જેબીએમ ઑટો, જેકે પેપર, જેકે ટાયર, જસ્ટડાયલ, કજરિયા સિરામિક્સ, ખૈતાન કેમિકલ્સ, KIOCL, કિર્લોસ્કર એન્જિન, કોલ્ટે પાટીલ, કર્ણાટકા બૅન્ક, એલઆઇસી, મહેન્દ્ર લાઇફ, મન ઇન્ફ્રા કન્સ્ટ્રક્શન, એમએમટીસી, મિશ્ર ધાતુ નિગમ, મુથૂટ ફાઇનૅન્સ મુથૂટ કૅપિટલ, નાગાર્જુના ફર્ટિલાઇઝર, નાહર કૅપિટલ, નાહર ઇન્ડસ્ટ્રીઝ, નાહર સ્પિનિંગ, નાટકો ફાર્મા, NDTV, નેટવર્ક-૧૮, નેટવેબ, ઓલા ઇલેક્ટ્રિક, ઓલેક્ટ્રા, ઑન મોબાઇલ, ઓર્કિડ ફાર્મા, પીઆઇ ઇન્ડસ્ટ્રીઝ, પંચમહાલ સ્ટીલ, ક્વિકહીલ, રાલિસ ઇન્ડિયા, રિલેક્સો ફુટવેઅર, રેણુકા શુગર, રેપ્કો હોમ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ફ્રા, રાજસ્થાન સ્પિનિંગ, આર. સિસ્ટમ્સ, સંદેશ, સસ્તા સુંદર, શિપિંગ કૉર્પોરેશન, શેલ્બી હૉસ્પિટલ્સ, શેમારૂ એન્ટર, શોપર સ્ટૉપ, સ્પાર્ક, સ્પાઇસ જેટ, સુલા વાઇન, સુંદરમ બ્રેક, ટેસ્ટી બાઇટ, તાતા કમ્યુનિકેશન, તાતા કેમિકલ્સ, ટેક્સમારો રેલ, ટીટાગર રેલ, ટીઆરએફ, તાતા ટેલિ, યુકો બૅન્ક, ઉત્તમ શુગર, વૈભવ ગ્લોબલ, વરુણ બિવરેજીસ, વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝ, વૉલ ટેમ્પ, વાલચંદનગર ઇન્ડ, વેન્ડ ઇન્ડિયા, વ્હર્લપૂલ, વેસ્ટકોસ્ટ પેપર, વોન્ડરલા હૉલિડેઝ સહિત અનેક જાણીતાં નામ આ વરવી યાદીમાં સામેલ છે.



ચાઇનાની એક ટકાની નબળાઈ બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજાજ ગઈ કાલે વધ્યાં છે. હૉન્ગકૉન્ગ દોઢ ટકાથી વધુ તો સિંગાપોર, તાઇવાન, સાઉથ કોરિયા અને ઇન્ડોનેશિયા અડધો-પોણો ટકો પ્લસ હતાં. યુરોપ નજીવા નેગેટિવ બાયસમાં દેખાયું છે. લંડન ફુત્સી રનિંગમાં સામાન્ય સુધારે હતો. બિટકૉઇન રેન્જ બાઉન્ડ વધઘટમાં ૯૫,૮૧૭ ડૉલર રહ્યો છે. પાકિસ્તાની શૅરબજાર રનિંગમાં ૧૩૫૬ પૉઇન્ટ વધી ૧,૧૩,૨૫૨ દેખાયું છે. આર્જેન્ટિના ખાતે ત્યાંના પ્રેસિડેન્ટ હાવિએ મિલે દ્વારા ક્રિપ્ટોકરન્સી લિબ્રાને પ્રમોટ કરવાનું કૌભાંડ બહાર આવતાં આર્જેન્ટાઇન શૅરબજાર સોમવારે સાડાપાંચ ટકા કે ૧.૩૩ લાખ પૉઇન્ટ ગગડી ૨૨,૫૪,૧૮૯ બંધ થયું હતું. આર્જેન્ટિનાનું બજાર નવમી જાન્યુઆરીએ ૨૮,૨૯,૦૦૦ પૉઇન્ટની સર્વોચ્ચ સપાટીએ ગયું હતું.


મુકેશ અંબાણી ગ્રુપના શૅર નવા તળિયે, અદાણી વિલ્મર ઊછળ્યો

એનટીપીસી ત્રણેક ટકા વધી ૩૧૧ના બંધમાં સેન્સેક્સ નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર હતો. ટેક મહિન્દ્ર, ઝોમાટો અને વિપ્રો બેથી સવાબે ટકા મજબૂત હતા, જ્યારે પાવર ગ્રીડ, ONGC, અપોલો હૉસ્પિટલ અને કોટક મહિન્દ્ર બૅન્ક એકથી સવા ટકા આસપાસ પ્લસ થયા છે. રિલાયન્સ ૧૨૨૫ નજીક આગલા લેવલે યથાવત્ હતો. ઇન્ડ્સઇન્ડ બૅન્ક સવાબે ટકા બગડી બન્ને બજારમાં ટૉપ લૂઝર બન્યો છે. ટ્રેન્ટ બે ટકા તો અલ્ટ્રાટેક, ભારત ઇલે. અને મહિન્દ્ર દોઢ ટકા નરમ હતા. તાતા મોટર્સ, આઇટીસી, સનફાર્મા તેમ જ TCS પોણા ટકા જેવા કટ થયા છે. હિન્દુસ્તાન યુનિલીવર ૧.૪ ટકા ડાઉન હતો. અદાણી ગ્રુપ ખાતે અદાણી એનર્જી પોણાચાર ટકા નજીક, NDTV બે ટકા, એસીસી દોઢ ટકો, અદાણી પાવર એક ટકાથી વધુ, અંબુજા સિમેન્ટ્સ તથા સાંધી ઇન્ડસ્ટ્રીઝ પોણા ટકા નજીક ઘટ્યા છે. સામે અદાણી વિલ્મર પોણાબે ગણા વૉલ્યુમે પોણાનવ ટકાની તેજીમાં ૨૫૬ વટાવી ગયો છે. અદાણી ગ્રીન અને અદાણી ટોટલ પોણો ટકો પ્લસ હતા.


રિલાયન્સની સબસિડિયરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ફ્રા ૮૧૮ની નવી મલ્ટિયર બૉટમ બનાવી સવાબે ટકા બગડી ૮૨૪ નીચે ગયો છે. ભાવ ૨૩ ફેબ્રુઆરીએ વર્ષ પૂર્વે ૧૫૯૮ના શિખરે ગયો હતો. જિયો ફાઇનૅન્સ સર્વિસિસ પણ ૨૧૭નું વર્સ્ટ લેવલ નોંધાવી પોણો ટકો ઘટી ૨૨૧ હતો. જસ્ટ ડાયલ વર્ષના તળિયે ૭૫૫ થઈ દોઢ ટકો વધી ૭૯૦, સ્ટર્લિંગ વિલ્સન સવાત્રણ ટકા ગગડી ૨૫૫ના નવા તળિયે બંધ હતો. આલોક ઇન્ડ તથા ડેન નેટવર્ક પણ ઐતિહાસિક બૉટમ સાથે નરમ હતા. લોટસ ચૉકલેટ સાડાચાર ટકા ઊછળી ૧૦૧૬ વટાવી ગયો છે. મુકેશ અંબાણીના પરમ મિત્ર આનંદ જૈનની જયકૉર્પ પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૧૦૮ની અંદર નવા મલ્ટિયર તળિયે બંધ થયો છે. બીજી જુલાઈએ શૅર ૪૩૮ના શિખરે ગયો હતો. મુકેશ અંબાણીની નેટવર્ક-૧૮ વર્ષ પૂર્વે ૧૨૩ની ટોચે હતો. ગઈ કાલે ૪૫ નીચે મલ્ટિયર બૉટમ દેખાડી પોણાબે ટકા ઘટી ૪૫ ઉપર બંધ આવ્યો છે.

ક્વૉલિટી પાવરનો ઇશ્યુ છેવટે પાર લાગી ગયો, પ્રીમિયમ ઝીરો

આગલા દિવસે શૅરદીઠ ૬૨૯ની ઇશ્યુ પ્રાઇસ સામે ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ થઈ ૫૯૫ બંધ રહેલી એજેક્સ એન્જિનિયરિંગ મંગળવારે ૬૧૮ વટાવી બે ટકા સુધરી ૬૦૭ બંધ થયો છે. હવે બુધવારે નવાં ચાર ભરણાંનું લિસ્ટિંગ છે. મેઇન બોર્ડમાં હાઈ પ્રોફાઇલ હેક્સાવેર ટેક્નૉ શૅરદીઠ ૭૦૮ની મારફાડ ઇશ્યુ પ્રાઇસને લઈ રીટેલમાં માત્ર ૧૧ ટકા અને HNI પોર્શનમાં ફક્ત ૨૧ ટકા જ ભરાયો હતો, પણ QIB સાથેની ગોઠડીના કારણે એ પોર્શન સાડાનવ ગણો છલકાઈ જતાં ભરણું કુલ પોણાત્રણ ગણું છલકાયું હતું. ગ્રે માર્કેટમાં કોઈ સોદા નથી. લિસ્ટિંગ ડિસ્કાઉન્ટમાં જવાની ગણતરી રખાય છે. QIBની પકડ કેવી રહે છે એના પર મદાર છે. SME કંપની પીએસ રાજસ્ટીલ્સ, મેક્સ વૉલ્ટ એનર્જી તથા વોલાર કારનું લિસ્ટિંગ આજે થશે. પીએસ રાજમાં શૅરદીઠ ૧૪૦ની ઇશ્યુ પ્રાઇસ સામે હાલ ત્રણ રૂપિયા તો વોલાર કારમાં ૯૦ની પ્રાઇસ સામે પાંચ રૂપિયાનું ગ્રે માર્કેટમાં પ્રીમિયમ છે. સન્મુગા હૉસ્પિટલ્સ ૨૦મીએ લિસ્ટિંગમાં જશે. એમાં ૫૪ની ઇશ્યુ પ્રાઇસ સામે ૩નું પ્રીમિયમ બોલાય છે. સાંગલીની ક્વૉલિટી પાવરનો ૧૦ના શૅરદીઠ ૪૨૫ની ઇશ્યુ પ્રાઇસવાળો કુલ આશરે ૮૫૯ કરોડનો આઇપીઓ ગઈ કાલે આખરી દિવસે ૧.૩ ગણો ભરાઈ પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં કામકાજની શરૂઆત શૅરદીઠ ૧૩૫ના પ્રીમિયમથી થઈ હતી, પણ રેટ ગગડતો રહી છેલ્લે ઝીરો થઈ ચુક્યો છે. SME સેગમેન્ટમાં શૅરદીઠ ૧૬૮ના ભાવવાળો તેજસ કાર્ગોનો ૧૦૬ કરોડનો ઇશ્યુ કુલ ૧.૨ ગણો અને શૅરદીઠ ૧૨૦ના ભાવનો રૉયલ આર્ક ઇલેક્ટ્રોડ્સનો ૩૬ કરોડનો ઇશ્યુ ૧.૬ ગણો ભરાઈને પૂરો થયો છે. બન્નેમાં સોદા નથી. આજે, બુધવારે સ્વસ્થ ફૂડટેક ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૯૪ના ભાવથી ૧૪૯૨ લાખ રૂપિયાનો BSE SME IPO કરવાની છે. ગ્રે માર્કેટમાં કામકાજ શરૂ થયું નથી. ૨૦મીએ એચપી ટેલિકૉમ ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૧૦૮ના ભાવથી ૩૪૨૩ લાખ રૂપિયાનો NSE SME ઇશ્યુ લાવવાની છે.

ગૉડફ્રે ફિલિપ્સમાં તેજી અટકી, પીટીસી ઇન્ડસ્ટ્રીઝ વધુ ૧૧૯૨ ગગડ્યો

ગુજરાત ટૂલરૂમ શૅરદીઠ પાંચ બોનસમાં બોનસ બાદ થતાં ગઈ કાલે ૧૦ ટકા ઊછળી સવાબે રૂપિયા નજીક જઈ ત્યાં જ બંધ થયો છે. કોઠારી પ્રોડક્ટ્સ શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસ થતાં પાંચ ટકા ઊછળી ૯૦ હતો. કોનાર્ટ એન્જિનિયરિંગ ૧૦ના શૅરના પાંચ રૂપિયામાં વિભાજનમાં એક્સ સ્પ્લિટ થતાં પાંચ ટકા તૂટી ૧૧૯ રહ્યો છે. ડિફેન્સ ક્ષેત્રે પ્રવૃત્ત ઝેન ટેક્નૉલૉજીઝ પરિણામનો વસવસો આગળ વધારતાં ૧૦ ટકાની મંદીની સર્કિટમાં ૯૭૧ થઈ ત્યાં જ બંધ હતો. ભાવ બે દિવસ પૂર્વ ૧૨૧૦ હતો. ડબ્લ્યુપીઆઇ ખેલ પરિણામ પછી સતત છઠ્ઠા દિવસની ખરાબીમાં નીચામાં ૩૫૬ થઈ છ ટકા બગડી ૩૬૪ હતો. ૧૨ ફેબ્રુઆરીએ ભાવ પરિણામ પૂર્વે ૫૫૬ હતો.

ગૉડફ્રે ફિલિપ્સ પરિણામની તેજી જાળવી રાખતાં ઉપરમાં ૭૭૪૫ બતાવી અંતે ૨.૮ ટકા કે ૧૯૪ રૂપિયા ઘટી ૬૮૪૭ થયો છે. ત્રણ દિવસ પૂર્વે ભાવ ૪૯૮૩ બંધ હતો. એબીબી ઇન્ડિયાનો ત્રિમાસિક નફો ૫૬ ટકા વધી ૫૨૮ કરોડને વટાવી જતાં શૅર પ્રારંભિક મજબૂતીમાં ૫૫૧૧ થયા બાદ પ્રૉફિટ બુકિંગ આવતાં ૫૦૯૩ થઈ બે ટકા નજીક ઘટી ૫૧૪૧ રહ્યો છે. વૉલ્યુમ નવ ગણું હતું. ગોકળદાસ એક્સપોર્ટ્સમાં ઑર્ડર બુક સારી હોવાની વાતમાં બિઝનેસ ગ્રોથ સ્ટ્રૉન્ગ રહેવાની થિયરી વહેતી થતાં ભાવ વધી એક તબક્કે ઉપરમાં ૯૭૮ વટાવી ગયો હતો જે પાછળથી ૮૭૪ થઈ ૯૦૦ના લેવલે ફ્લૅટ બંધ આવ્યો છે. પરિણામના પગલે ૨૦ ટકાના ધબડકાને આગળ વધારતાં પીટીસી ઇન્ડસ્ટ્રીઝ ૧૦ ટકાની નવી નીચલી સર્કિટમાં ૧૧૯૨ રૂપિયા તૂટી ૧૦,૭૩૦ની અંદર જઈ ત્યાં જ રહ્યો છે. જીએસકે ફાર્મા સારાં પરિણામની તાકાત જાળવી રાખતાં સાત ગણા કામકાજે ૨૭૪૫ થઈ ૧૧.૮ ટકા કે ૨૭૬ રૂપિયાની મજબૂતીમાં ૨૬૦૮ રહ્યો છે. જીલેટ ઇન્ડિયા ૧૭ ગણા વૉલ્યુમમાં ઉપરમાં ૮૭૯૧ બતાવી સવાદસ ટકા કે ૭૬૭ રૂપિયાની તેજીમાં ૮૨૨૨ બંધ આપી ‘એ’ ગ્રુપમાં સેકન્ડ બેસ્ટ ગેઇનર બન્યો છે. નફો માત્ર બે ટકા કે પોણાબે કરોડ રૂપિયા ઘટવાની અસરમાં બે દિવસમાં ૨૧૧૦થી ગગડી ૧૫૦૧ થઈ ગયા પછી બાઉન્સબૅકમાં કોન્ફોર્ડ બાયોટેક ગઈ કાલે પોણાપાંચ ટકા ઊંચકાઈ ૧૭૬૩ રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

21 February, 2025 06:57 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK