Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > RBI Repo Rate: લૉનની EMI વધી કે ઘટી? રેપો રેટને લઈને RBIનો મહત્વપૂર્ણ નિર્ણય- જાણો અહીં

RBI Repo Rate: લૉનની EMI વધી કે ઘટી? રેપો રેટને લઈને RBIનો મહત્વપૂર્ણ નિર્ણય- જાણો અહીં

Published : 09 October, 2024 11:30 AM | IST | Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

RBI Repo Rate: ભારત સહિતના અન્ય દેશોમાં પણ વ્યાજદર ઘટશે એવી આશા રાખવામાં આવી રહી હતી. પણ હવે તે આશા પર પાણી ફરી ગયું છે.

RBIની ફાઇલ તસવીર

RBIની ફાઇલ તસવીર


આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી તરફથી રેપો રેટ (RBI Repo Rate)ને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે કમિટીએ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય સંભળાવ્યો છે. અમ તો આ સતત દસમી વખતણો નિર્ણય છે. આ રીતે કમિટી રેપો રેટ યથાવત રાખતી આવી છે. 


આ મુદ્દે નિર્ણય લેવા માટે એમપીસીની ત્રણ દિવસની લાંબી બેઠક યોજાઇ હતી. અંતે આ બેઠકમાં આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટમાં કોઈ જ બદલાવ ન થયો હોવાની જાણકરી આપી હતી.



જોકે, નિષ્ણાતોએ તો ઓક્ટોબરમાં જ મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટ (RBI Repo Rate)માં કોઈ ફેરફાર નહિ થાય એવું અનુમાન આપી દીધું હતું. અને તે અનુમાન સાચું સાબિત થયું છે.


આશા પર ફરી વળ્યું પાણી 

તમને જણાવી દઈએ કે ગયા જ મહિને અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. ત્યારબાદ ભારત સહિતના અન્ય દેશોમાં પણ વ્યાજદર ઘટશે એવી આશા રાખવામાં આવી રહી હતી. પણ હવે તે આશા પર પાણી ફરી ગયું છે. જોકે આરબીઆઈએ ઓગસ્ટમાં જ આ વાતની સ્પષ્ટતા આપી દીધી હતી કે માત્ર ને માત્ર સ્થાનિક અર્થતંત્રની સ્થિતિ કેવી રહેશે છે તેની પર વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવશે. સેન્ટ્રલ બેન્ક છેલ્લા ઘણા સમયથી રિટેલ ઇનફલેશનને પણ ઓછો કરવા માટે મહેનત કરી રહી છે.


કઈ રીતે રેપો રેટની અસર ઈએમઆઈ પર પડે છે?

વ્યાજદર (RBI Repo Rate)નો સીધો સંબંધ હોય છે બેંક લોન લેનારા કસ્ટમર્સ સાથે. કારણકે જો વ્યાજદરમાં ઘટાડો થાય છે તો લોનની ઈએમઆઈમાં પણ ઘટ થાય છે. અને એ જ રીતે વ્યાજદર જો વધે છે તો ઈએમઆઈ પણ વધે છે. આખરે રેપો રેટ એ તો એ રેટ છે જેના પર દેશની સેન્ટ્રલ બેંક ભંડોળની અછત વર્તાય તેવે સમયે વ્યાપારી બેંકોને ઉધાર નાણાં આપે છે.

રેપો રેટ યથાવતના નિર્ણય બાદ શેરબજાર પર પણ અસર

હવે જ્યારે આરબીઆઇ તરફથી સતત 10મી વખત રેપો રેટને યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે ત્યારે તેની અસર આજે શેરબજાર ઉપર પણ જોવા મળી હતી. લગભગ 150 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહેલો BSE સેન્સેક્સ અચાનક 411 પોઈન્ટ ઉછળ્યો હતો અને તે 82,046.48ની ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. આ સાતે જ BSE નિફ્ટીએ પણ 25,190ને પાર કરી કરીને નવો સ્કોર બનાવ્યો હતો.

આશા અમર છે! શું કહો છો?

RBI Repo Rate: અત્યારે નિષ્ણાતો કહી રહ્યા છે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં જો રિટેલ ઇનફલેશન કાબુમાં આવી જશે તો સેન્ટ્રલ બેંક ડિસેમ્બરમાં વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે. ઓક્ટોબર પછી તેની આગામી નાણાકીય નીતિ ડિસેમ્બરમાં આવવાની છે.

Whatsapp-channel Whatsapp-channel

09 October, 2024 11:30 AM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK